દ્વારકા જિલ્લાના અસામાજીક તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી

  • March 21, 2025 12:36 PM 

 દારૂ, વાહન અને વિજ કનેકશન અંગે ચેકીંગ: 7.75 લાખનો દંડ: ગેરકાયદે બાંધકામો દુર કરાશે


રાજયની સાથો સાથ દેવભુમી દ્વારકા જીલ્લામાં પોલીસ દ્વારા ઓપરેશન 100 કલાક અન્વયે અસામાજીક તત્વોની યાદી બનાવવામાં આવી છે અને આ દિશામાં અસરકારક કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે. સધન ચેકીંગ કરવામાં આવ્યુ હતું અને ગેરકાયદે વિજ કનેકશન દુર કરી 7.75 લાખનો દંડ ફટકાર્યો હતો ઉપરાંત ગેરકાયદે બાંધકામો પણ દુર કરાશે.


રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા દ્વારકા પોલીસવડા નિતેશ પાંડેય તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ, હાર્દિક પ્રજાપતી, ડીવાયએસપી માનસતાની સુચનાથી દ્વારકા પોલીસ દ્વારા 100 કલાક અન્વયે અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી તેના પર કાર્યવાહીક રવા કડક સુચના આપેલ હોય જેથી દ્વારકા પીઆઇ ડી.એચ. ભટ્ટની સુચના અને માર્ગદર્શન મુજબ સ્ટાફના પીઆઇ ટી.ડી. ચુડાસમા, પીએસઆઇ પી.કે. ડાંગર સાથે દ્વારકા પોલીસ સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 22 જેટલા અસામાજીક તત્વોના રહેણાંક મકાને જઇ ચેક કરી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં પ્રોહીબીશનનો 1, ઇંગ્લીશ દાની 15 બોટલ, 207 હેઠળ 3 વાહન ડીટેઇન, બે વિજ કનેકશન કાપી 11 હજારનો દંડ કરાયો હતો.


આ ઉપરાંત મીઠાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ ટી.સી. પટેલ, પીએસઆઇ ડી.એન. વાંજા તથા રાજપુત અને સ્ટાફ દ્વારા પીજીવીસીએલ સ્ટાફને સાથે રાખી 15 જેટલા અસામાજીક તત્વોના મકાને ચેક કરી પ્રોહીબીશનના 3 કેશ, 1 વાહન ડીટેઇન, 3500નો દંડ, 7 ગેરકાયદે કનેકશન કાપી બે લાખનો દંડ કરાયો હતો.


અસામાજીક તત્વોનું લીસ્ટ તૈયાર કરીને કાયદાકીય સકંજો કસવામાં આવ્યો છે, પાસા, તડીપાર જેવી દરખાસ્તો તૈયાર કરવામાં આવી છે, દરમ્યાન ભાણવડ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ મા અને વિજતંત્રની 3 ટીમ બનાવીને 9 ઇસમોને ત્યા વિજચેકીંગ હાથ ધરાયુ હતું જેમાં ગુલમામદ ઇસ્માઇલ જેઠવા, કારા નારણ ચાવડા, શકુર બધા ચાવડાને ત્યાં વિજચોરી પકડાતા 3.50 લાખ દંડની કાર્યવાહી તેમજ સદર કામગીરી દરમ્યાન ગુલમામદ જેઠવાને ત્યાં જુગારનો અખાડો ચાલુ હોવાની હકીકત આધારે ચેકીંગ વખતે જુગારની રેઇડ પાડી જે દરમ્યાન સાત આરોપીને 13220ની રોકડ અને 3 બાઇક, 2 મોબાઇલ મળી 68720ના મુદામાલ સાથે પકડી જુગારધારાનો કેશ કરવામાં આવ્યો હતો.

ખંભાળીયા પોલીસ સ્ટેશના પીઆઇ સી.એલ. દેસાઇ અને પીજીવીસીએલ કચેરી દ્વારા ટીમો બનાવીને 20 જેટલા અસામાજીક તત્વો પર રેઇડ કરવામાં આવી હતી જે પૈકી 9 ગેરકાયદે વિજજોડાણ માલુમ પડતા કનેકશનો દુર કરી 7.75 લાખનો દંડ કરવામાં આવ્યો છે, તાજેતરમાં એક શખ્સને તડીપાર કર્યો હતો, જે પ્રવિણ ઘરે મળી આવતા તડીપાર ભંગની તજવીજ હાથ ધરવામાં આવી છે. સમાજમાં દુષણ ફેલાવતા તત્વો સામે કરવામાં આવેલ કાર્યવાહીથી લોકો સુરક્ષાની લાગણી અનુભવી રહયા છે, આગામી દિવસોમાં આ કાર્યવાહી ચાલુ રહેશે. ઉપરાંત ગેરકાયદે બાંધકામ કરેલ હોય તેવા ઇસમોની માહિતી મેળવી આ પ્રકારના બાંધકામો દુર કરવા અંગેની પણ કાર્યવાહી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application