જામનગરમાં સ્પામાં કામ કરતા બાળ મજુરને મુકત કરાવતી પોલીસ
જામનગરના જી.જી. હોસ્પીટલ રોડ, પંચવટી ભુત બંગલાની સામે, ઓશીએનીક સોલીટીર બિલ્ડીંગના પહેલા માળે આવેલ ગોલ્ડન સ્પામાં એક કિશોર કામ કરે છે એવી હકીકતના આધારે એએચટીયુની ટીમ દ્વારા તપાસ કરીને બાળમજુરને મુકત કરાવ્યો હતો અને સ્પાના સંચાલક રાજકોટના બે શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન મુજબ એએચટીયુના પીઆઇ એન.ડી. સોલંકી તથા એએસઆઇ રણમલભાઇ, હેડ કોન્સ. રાજદીપસિંહ, કોન્સ ભયલુભા, કિરણબેન, ભાવનાબેન સહિતની ટીમ સગીર વયના બે કિશોરો પાસે કામ કરાવીને શારીરક-આર્થીક શોષણ કરનારાઓ વિરુઘ્ધ કાર્યવાહી માટે તપાસમાં હતા, દરમ્યાન આ અંગેની સુચના અનુસાર એએચટીયુની ટીમ પેટ્રોલીંગમાં હતી.
ત્યારે શહેરના પંચવટી, ભુતબંગલા સામે ઓશીયાનીક સોલીટીર બિલ્ડીંગના પહેલા માળે ગોલ્ડન સ્પામાં ચેક કરતા છેલ્લા એક વર્ષથી રૂ. ૮ હજારના પગારથી ૧૦ કલાક પ્રતિદીન સફાઇ કામ (હાઉસ કીપીંગ)ના કામે ૧૫ વર્ષ ૬ મહીનાનો સગીર મળી આવ્યો હતો, આથી બાળમજુરને તેના વાલીને સુપ્રત કર્યો હતો.
દરમ્યાન બાળકને મુકત કરાવી સ્પાના સંચાલક/માલિક રાજકોટના સહકાર મેઇન રોડ, શિવમ-૨, સાધના સોસાયટી ખાતે રહેતા કેતન ભુપત ચોટલીયા અને રાજકોટ યુનીવર્સીટી રોડ, પુષ્કરધામ સોસાયટી, ગીત ગુંજન રેસીડેન્સી ખાતે રહેતા મનિષ રમણીકલાલ પટેલ આ બંનેની વિરુઘ્ધ જુવેનાઇલ જસ્ટીસ એકટ ૨૦૧૫ની કલમ ૭૯ મુજબ ફરીયાદ નોંધી કાર્યવાહી કરી હતી.