આજે વર્ષનો અંતિમ દિવસ છે થર્ટી ફસ્ર્ટની ઉજવણીને લઇ જુનાગઢ જિલ્લ ામાં અનેક સ્થળોએ વેલકમ–૨૦૨૫ અંતર્ગત ઉજવણીના કાર્યક્રમો યોજવામાં આવશે. કાયદો વ્યવસ્થા અને દાની હેરાફેરી, ડ્રગ્સનો વપરાશ અટકાવવા પોલીસ પણ એલર્ટ મોડમાં આવી છે જિલ્લ ાની ૧૮ ચેક પોસ્ટ પર ૭૦૦ પોલીસ કર્મીઓ દ્રારા બ્રેથ એનેલાઇઝર, ડ્રગ્સ કીટ તથા જિલ્લ ામાં ખાનગી ફાર્મ હાઉસ હોટલો અને વાહનોની ચકાસણી કરવામાં આવશે.
આમ તો ગુજરાતીઓ દિવાળી પછી નવા વર્ષની એટલે કે બેસતા વર્ષની ઉજવણી કરતા હોય છે પરંતુ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે ૨૦૨૪ નુ વર્ષ પૂર્ણ થવાનું છે. ચાલુ વર્ષની વિદાયની ઘડીઓ ગણાય રહી છે. નૂતન વર્ષને આવકારવા લોકોમાં થનગનાટ થઈ રહ્યો છે. ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ, ખાનગી હોટલ સહિતના વિવિધ સ્થળોએ પાર્ટીના આયોજન પણ કરવામાં આવ્યા છે. છેલ્લ ા કેટલાક વર્ષેાથી નસીલા પદાર્થેા અને દાનું સેવન કરીને નવા વર્ષની ઉજવણીનો ટ્રેન્ડ શ થયો છે.જેથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને નશાખોરોને ઝડપવા જૂનાગઢ જિલ્લ ામાં એસપી હર્ષદ મહેતા, ડીવાયએસપી હિતેશ ધાંધલીયા, એલસીબી પીઆઇ પટેલ, એસઓજી પી આઈ ચાવડા, તથા સ્થાનિક પોલીસ ટીમો દ્રારા વિવિધ સ્થળો અને હાઇવે ચેકપોસ્ટ પર ચેકિંગ ઝુંબેશ શ કરવામાં આવ્યું છે. જુનાગઢ જિલ્લ ામાં દાની હેરાફેરી અને નશો કરી વાહન ચલાવતા ઇસમોને ઝડપવા આકસ્મિક વાહન ચેકિંગ કરી બ્રેથ એનેલાઇઝર વડે તપાસ શ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લ ાની ૧૮ ચેકપોસ્ટ ખાતે વાહનોને અટકાવી તપાસ શ કરવામાં આવી છે. જિલ્લ ામાં ૪૦ ટીમના ૭૦૦ થી વધુ કર્મીઓ દ્રારા બ્રેથએનેલાઇઝર, રિલેકટર, તથા ડ્રગ્સના બંધાણીઓને ઝડપવા ડ્રગ્સ કીટ સાથે તપાસ થશે.
ખાનગી હોટલો, પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસ અને ખાસ કરીને જિલ્લ ામાં પ્રવાસન માટે હોટ ફેવરિટ એવા સાસણ, મેંદરડા વિસ્તારમાં પોલીસની ટીમ દ્રારા પેટ્રોલિંગ કરી લિકર પ્રવૃત્તિ અટકાવવા કાર્યવાહી કરાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકચ્છમાં સરવે દરમિયાન ગુમ થયેલા ઈજનેરની લાશ પાંચમાં દિવસે મળી
April 11, 2025 03:19 PMકોઠારીયા રોડ પર રૂા.૬૦.૮૩ લાખના હીરાની ચોરી
April 11, 2025 03:15 PMગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી પ્રી-બુકિંગ બદલ બિલ્ડર સામે કાર્યવાહી કરશે
April 11, 2025 03:06 PMકટારીયા ચોક આઈકોનીક બ્રિજના કામે ૧૧ મિલકતો કપાતમાં; નોટિસ
April 11, 2025 03:02 PMવારાણસી એરપોર્ટ પર ઉતરતા જ પીએમ મોદીએ પોલિસ કમિશનર પાસે ગેંગ રેપ કેસનો ખુલાસો માંગ્યો
April 11, 2025 02:59 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech