વાંકાનેર: નગ્મા હત્યા કેસમાં આરોપી પાસે ઘટનાનું રિ–કન્સ્ટ્રકશન કરાવતી પોલીસ
વાંકાનેરના બહત્પચર્ચીત નગ્મા હત્યા પ્રકરણ મામલે પોલીસે હત્યારા આરોપી નવલસિંહ કનુભાઈ ચાવડા તેમજજ મદદગારીમાં આરોપી સોનલ નવલસિંહ ચાવડા, જીગર ભનુ ગોહીલ અને શકિત ભરત ચાવડા વિરૂધ્ધ ગુનો નોંધ્યો હોય જે બનાવમાં મુખ્ય આરોપી નવલસિંહ ચાવડાને અમદાવાદની સરખેજ પોલીસે અટક કરેલ હોય તેનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું. જે બાદ આ બનાવમાં વાંકાનેર પોલીસે આરોપી સોનલ ચાવડાની તેમજ શકિત ચાવડાની ધરપકડ કરી મોરબી સબ જેલ હવાલે કર્યા હતા.
આ બનાવમાં સંડોવાયેલા આરોપી જીગર ગોહીલ રહે. કૃષ્ણકુંજ સોસાયટી અમદાવાદની અન્ય ગુનામાં પડધરી પોલીસે અટક કરી રાજકોટ જેલ હવાલે કરતા વાંકાનેર સીટી પોલીસે ટ્રાન્સફર વોરંટથી આરોપીની અટકાયત કરી વાંકાનેર કોર્ટમાંથી ત્રણ દિવસના પોલીસ રીમાન્ડ મેળવી પુછપરછ કરતા આ કામે મૃત્યુ પામનાર આરોપી નવલસિંહ ચાવડા સાથે મૃતક નગ્માને પ્રેમસંબધં હોય અને લ કરવા માટે દબાણ કરતી હોય અને લ ન કરે તો બદનામ કરવાની ધમકી આપતી હોય જેથી આરોપી નવલસિંહના કહેવાથી જીગરે તેની સાથે મળી પ્લાન બનાવી મૃતક નગ્માને વઢવાણ ખાતે નવલસિંહના ઘરે બોલાવી સોડીયમ પાવડરવાળુ પાણી પીવડાવી બેભાન કરી મોત નિપજાવ્યું હતું. બાદમાં છરી, કુહાડી જેવા હથીયારથી નગ્માની લાશના કટકા કરી જુદા જુદા પ્લાસ્ટીકની કોથળીમાં ભરી નવલસિંહની સ્વીફટ ગાડીમાં મુકી વાંકાનેર ધમલપર ખાતે આવી આરોપી શકિતરાજ ચાવડા પાસે અગાઉથી ખાડો ખોદી રખાવી તેમાં નમાની લાશના કટકા ભરેલ કોથળા નાખી તેની ઉપર મીઠુ નાખી, ધુળ માટી નાખી દાટી દીધેલ હોવાની કબુલાત આપી છે જે બાદ પોલીસે આરોપીને સાથે રાખી વઢવાણ તેમજ વાંકાનેર ધમલપર ખાતે રી–કન્સ્ટ્રકશન કરાવ્યું હતું. તેમજ આરોપીેએ બનાવ સમયે પહેરેલ કપડા પણ કબજે લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech