મોરબીમાં ફ્રેન્ચાઈઝી આપવાના બહાને ૨૮ લાખથી વધુની રકમનું ઓનલાઈન ફ્રોડ થયાની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદની તપાસ ચલાવતા મોરબી સાયબર ક્રાઈમ પોલીસ મથકની ટીમને મોટી સફળતા હાથ લાગી છે આંતરરાય ગેંગના મુખ્ય સુત્રધારને ઝડપી લઈને લેપટોપ, અનેક બેંકના ક્રેડીટડેબીટ કાર્ડ સહિતનો મુદામાલ જ કર્યેા છે ઝડપાયેલ ઇસમેં ૯૦ જેટલી વેબ્સાઈટ બનાવી લોકો સાથે ચીટીંગ કરતો હોવાનું ખુલ્યું છે
મોરબીના વાઘપરામાં રહેતા હિરેન પુજારાને સોશ્યલ મીડિયા દ્રારા ટાટા ઝુડીયો ફ્રેન્ચાઈઝી આપવાની લાલચ આપી ઓનલાઈન ડીપોઝીટ પેટે પિયા ૨૮,૦૩,૫૦૦ ની રકમ મેળવી ફ્રોડ કયુ હતું જે અંગે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા આરોપી દ્રારા ઓરીજીનલ ટાટા ઝૂડીયો જેવી વેબસાઈટ અને ઈમેલ આઈડી બનાવ્યું હતું તેમજ વેબસાઈટ પ્રમોશન માટે વિવિધ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેરાતો પ્રસિદ્ધ કરી હતી જેથી ફ્રેન્ચાઈઝી લેવા ઈચ્છુક લોકો પાસેથી ફોર્મ સબમિટ કરાવી, વિવિધ પ્રકારે ડીપોઝીટના બહાને અલગ અલગ બેંક ખાતામાં પિયા ટ્રાન્સફર કરાવી ઓનલાઈન ફ્રોડ આચરતો હતો મોરબી સાયબર ક્રાઈમ ટીમે જમ્મુ કાશ્મીરમાં પિયા જમા કરાવ્યાનું શોધી કાઢું હતું બાદમાં બિહારમાં પિયા ટ્રાન્સફર થયા હતા જે એટીએમ મશીન દ્રારા વિડ્રો કરેલ હતો
જે ટ્રાન્ઝેકશન ટ્રેક કરી એક ટીમ બિહાર મોકલવામાં આવી હતી પરંતુ ટીમ બિહાર આરોપીઓ સુધી પહોંચે તે પૂર્વે જ આરોપીઓ અન્ય રાયમાં ભાગી ગયા હતા સાયબર ક્રાઈમ પોલીસ ઇન્સ્પેકટર કે કે દરબાર દ્રારા એક ટીમની રચના કરી વિવિધ દિશામાં તપાસ ચલાવી હતી જેમાં ટીમ છતીસગઢ રાયમાં તપાસ અર્થે ગઈ હતી આરોપી એક લોન્ડ્રીમાં કપડા ધોવડાવે છે તેવી માહિતી મળતા પોલીસ ટીમે વેશ પલટો કરી લોન્ડ્રીવાળા માણસો બની આરોપીના રહેણાંક મકાને જઈને લોન્ડ્રી કપડા માંગતા આરોપી બહાર નીકળ્યો હતો અને આરોપી રીતુઆનદં પરમેશ્વર પ્રસાદ સિંધ રહે ઝારખડં હાલ ભિલાઈ છત્તીસગઢ વાળાને ઝડપી લીધો હતો
પ્રધાનમંત્રી મુદ્રા યોજના, વિવિધ કંપનીની સહીત ૯૦ વેબસાઈટ બનાવ્યાનું ખુલ્યું
ઝડપાયેલ ઇસમ શાતીર દિમાગનો હોવાનું ખુલ્યું છે જે ઇસમેં પ્રધાનમંત્રી મુદ્રા યોજના, પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરીયોજના, વિવિધ સીએનજી કંપનીની ડીલરશીપ માટેની વેબસાઈટ, ચારધામ યાત્રાના નામે શ્રદ્ધાળુઓ સાથે ફ્રોડ કરવા વેબસાઈટ, દેશની નામી કંપનીની ફ્રેન્ચાઈઝી માટેની વેબસાઈટ મળીને કુલ ૯૦ જેટલી વેબસાઈટ બનાવી નાગરિકોને ફ્રેન્ચાઈઝી આપવાના બહાને ફોર્મ સબમિટ કરાવી નાણા ખંખેરી લેતો હતો આવા હજારો ફોર્મની વિગતો મેળવી ભારત દેશના કયાં કયાં રાયમાં આરોપીએ ફ્રોડ કયુ છે તેની તપાસ મોરબી સાયબર ક્રાઈમની ટીમ ચલાવી રહી છે
ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર્રમાં એક કરોડથી વધુની ઠગાઈ ખુલી
આરોપીને ઝડપી લઈને સાયબર ક્રાઈમ ટીમે પૂછપરછ કરતા હાલ ગુજરાતના મોરબી ખાતે ૨૮,૦૩,૫૦૦ રાજસ્થાનના ડુંગરપુરમાં ૩૩,૨૪,૫૦૦ અને મહારાષ્ટ્ર્ર રાયના નવી મુંબઈ ખાતે ૫૪,૭૦,૦૦૦ મળીને હાલ ત્રણ રાયમાં એક કરોડથી વધુની ચીટીંગ કર્યાનું ખુલ્યું છે અન્ય કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે દિશામાં પોલીસે તપાસ ચલાવી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : નાધેડીના યુવાનનો અપહરણનો મામલો
May 20, 2025 11:59 AMદ્વારકાઃ ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા ઇચ્છુકો માટે ઓનલાઇન અરજી
May 20, 2025 11:56 AMદ્વારકાના ખેડૂતોને સહાય માટેની અરજીઓના ડ્રો બાદ પૂર્વમંજુરી
May 20, 2025 11:53 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech