પોતાના પ્રમુખ નેતાને ગુમાવ્યા બાદ હમાસ, હિજબુલ્લાહ અને ઈરાન, ઈઝરાયલને પાઠ ભણાવવા માટે તેના પર કેટલાક હુમલાઓ કરી ચૂક્યું છે. હવે ઈઝરાયલી પ્રધાન બેંઝામિન નેતન્યાહુની હત્યાનું ઈરાનનું કાવતરું સામે આવ્યું છે, જેને નાકામ કરવામાં સામેલ એક ઈઝરાયલીની ધરપકડ કરવામાં આવી છે. ઈઝરાયેલની આંતરિક સુરક્ષા સંભાળી રહેલી એજન્સિ શિન બેટને ગુરુવારે દાવો કર્યો કે, પીએમ નેતન્યાહુ, રક્ષા મંત્રી યોવ ગેલેંટ અને શિન બેટના સલાહકાર રોનેન બારની હત્યા માટે ઈરાની સિક્રેટ એજન્સીઓને ઈઝરાયેલના મોતી મમન (72)ને તૈયાર કર્યો હતો.
શિન બેટે આ ખુલાસો લેબનાનમાં સેંકડો પેજર અને વોકી ટોકી બ્લાસ્ટ બાદ કર્યો હતો. આ વિસ્ફોટોમાં 32 લોકોના મોત થયો, જ્યારે ત્રણ હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. શિન બેટ અને પોલિસની તપાસમાં જાણવા મળ્યું કે, યહુદી નાગરિક મમન બિઝનેસના કારણે લાંબા સમયથી તુર્કીમાં રહે છે. તેનો તુર્કી અને ઈરાની નાગરિકો સાથે પણ સંબંધ છે. આ જ કારણે તેની મિશન માટે પસંદગી કરવામાં આવી. શિન બેટની તપાસમાં એમ પણ સામે આવ્ છે કે, ઈઝરાયેલી શંકાસ્પદે મિશન માટે 10 લાખ ડોલર માગ્યા હતા, પરંતુ ઈરાની અધિકારીઓએ રકમ દેવાનો ઈનકાર કરી દીધો. જો કે બીજી વખત ઈરાન આવતા 5 હજાર યુરો આપી દીધા હતા. ત્યાં જ ઈઝરાયેલે ગુરુવારના લેબનાનમાં હિજબુલ્લાહના ઠેકાણા પર તાબડકોડ હુમલો કરી દીધો. આ હુમલા પેજર વિસ્ફોટ બાદ હિજબુલ્લાહ પ્રમુખ નસરુલ્લાની બેઠકથી પહેલા કરવામાં આવ્યો.
સતત બે દિવસ સુધી પેજર અને વોકી ટોકીમાં વિસ્ફોટ બાદ લેબનાની સેનાએ શંકાસ્પદ સંચાર ઉપકરણો નષ્ટ કરવાનું શરુ કરી દીધું છે. સેનાએ લોકોને વિસ્ફોટ થયેલા સ્થાનોથી દૂર રહેવા અને શંકાસ્પદ ઉપકરણો અંગે સૂચના આપવા આગ્રહ કર્યો છે. સરકારે રાજધાની બેરુતના રાફિક હરીરી એરપોર્ટથી ટેકઓફ કરી તમામ વિમાનોમાં પેજર અને વોકી ટોકી પર પ્રતિબંધ લગાવી દીધો.
ઈઝરાયલે હમાસ સાથે સમજૂતિની રજૂઆત કરી છે. ઈઝરાયલી સાર્વજનિક પ્રસારણ નિગમના રિપોર્ટ અનુસાર ઈઝરાયલે કહ્યું કે, જો હમાસ તમામ બંધકોને છોડી દે તો ગાજા પટ્ટીમાં લડાઈ ખતમ કરી દેશે. સાથે જ ઈઝરાયલી જેલોમાં બંધ ફિલિસ્તાની કેદીઓને છોડી દેવા અને ગાઝા પટ્ટીથી સેના હટાવવાનો પણ પ્રસ્તાવ આપ્યો છે.
ગુપ્ત માહિતી એકત્રિત કરવા કહ્યું
યરુશકમ પોસ્ટના એક રિપોર્ટ અનુસાર, યોજના હેઠળ આ વર્ષે એપ્રિલમાં તુર્કીના નાગરિક આંદ્રેઈ ફારુક અસલામ અને ગુનીદે મમન સાથે સંપર્ક કર્યો તે બાદ તેને એક ઈરાની સાથે મળવા માટે તુર્કીના સમંદાગમાં બોલાવવામાં આવ્યા. અહીંથી કારમાં તેને ઈરાન મોકલ્યો, જ્યાં મિશનને લઈને ઈરાની સુરક્ષા એજન્સીના અધિકારી સાથે તેમની વાત થઈ. ગુપ્ત માહિતી મેળવવા માટે ઈઝરાયલી શંકાસ્પદ પાસેથી કેટલીક સાઈટોની ફોટો અને વીડિયો લેવા માટે પણ કહેવામાં આવ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech