પાટીદાર આગેવાન અને ખોડલધામના સર્વેસર્વા નરેશભાઈ પટેલને બ્લેકમેઇલ કરી તેની પાસેથી મિલકત લખાવી લેવા અથવા તો મોટી રકમ વસૂલવાનું કરશો રચાયો હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થતા ભારે ચકચાર મચી જવા પામી છે. યુટયુબર બન્ની ગજેરા અને જીગીશા પટેલ વચ્ચેની ટેલીફોનિક વાતચીતમાં નરેશ પટેલ ગોંડલના ફાર્મ હાઉસમાં જેતપુરની યુવતી સાથે હતા તેવી વાત કરતા હોય તેવું સંભળાય છે. ત્યારે વાયરલ થયેલી આ ઓડિયો ક્લિપને લઈને તરેહ તરેહની ચર્ચા થઈ રહી છે.
સોશિયલ મીડિયામાં ગઈકાલથી વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં યુટયુબર બન્ની ગજેરા અને પાટીદાર મહિલા આગેવાન જીગીશા પટેલ વચ્ચે વાતચીત થતી હોય તેવું સંભળાઈ રહ્યું છે. જેમાં પ્રારંભમાં વરુણ નામના વચેટીયા મનાતા શખસની વાત થાય છે. નરેશભાઈ વિરુદ્ધ બોલવા બદલ વરુણને બન્નીએ પૂછવા બોલાવ્યો હતો ત્યારથી મોબાઈલ પરથી જે વાત આગળ વધી એમાં વરૂણે પોતાને નરેશભાઈ વિશે ચૂપ રહેવા માટે બે લાખ રૂપિયા 7 મહિને આપ્યાનું પણ બન્ની કબુલે છે. આ ક્લિપમાં જીગીશા નરેશભાઈના નામનો ઉલ્લેખ કરી બોલે છે કે, હું નરેશભાઈને મળવા ગઈ ત્યારે ચિરાગભાઈને બહાર મોકલીને મેં એમને કીધું હતું કે, વિરોધીઓ તમને પાડી દેવા માટે તૈયાર છે તમે સંભાળજો મારા હાથમાં તમારૂ આવું આવું આવ્યું છે તેમણે તો જોકે એમ જ કહ્યું કે, ના ના એ મારું ન હોય પછી મેં મોઢેમોઢ કીધું કે મેં નજરે જોયું છે જેતપુરની છોકરી અને ગોંડલનું ફાર્મ.
જીગીશા બન્નીને એમ પણ કહે છે કે, કવરમાં ખાલી સીડી અને ટાઈપ કરેલી ચીઠી મૂકી વાયા વાયા નરેશભાઈને પહોંચાડવી જેમાં લખવું કે આ વખતે સીડી કોરી છે. હવે વિડીયો સાથે મોકલીશ તેમાં એક છોકરી સાથેનો ફોટો પણ મુકો પણ છોકરીનો ચહેરો બ્લર કરી નાખો નહીંતર એ તેને પૈસા આપીને ફોડી લેશે.
આ ઓડિયો ક્લિપના અંતમાં બન્ની જીગીશાને પૂછે છે કે, તમારો અનુભવ જોતા વિશ્વાસ કરાય તેના જવાબમાં જીગીશા કહે છે કે અટાણે સમાજના નામે બધાએ ઘણું કર્યું છે. ખોટું કરનાર સાથે ખોટું કરવામાં કોઈ વાંધો નહીં નોકરી અપાવશું એમ નહીં એકાદ બેંકનો ચેરમેન બનાવી દો કોઈ પ્રોપર્ટી હોય તો તાત્કાલિક એગ્રીમેન્ટ કરાવી લેવા અથવા રોકડા લઈ લેવાનું પણ જીગીશા કહે છે. બંને એ વાત પર સહમત પણ થાય છે કે વચેટીઓ નરેશભાઈને સારું લગાડી પોતે ખાટી જાય એના કરતાં વરૂણને પડતો મૂકીને બંને એકબીજા સાથે રહી કામ કરવું. આ ઓડિયો ક્લિપમાં નવરાત્રી સમયનો પણ ઉલ્લેખ આવે છે. જેથી આ પ્રકરણ નવરાત્રી સમય આસપાસનું હોવાનું પણ જણાઇ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૧૯૪૭ માં સ્વતંત્રતા પછી ભારતને સૌપ્રથમ કયા દેશે માન્યતા આપી? શું જાણો છો તમે?
June 01, 2025 06:04 PMઓપરેશન શિલ્ડ હેઠળ બ્લેકઆઉટ, લોકો સ્વયંભૂ જોડાયા
June 01, 2025 05:22 PMરાજકોટ : ઓપરેશન શિલ્ડ અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં યોજાઈ મોકડ્રીલ
June 01, 2025 05:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech