અમરેલીના ગીરિયા રોડ ઉપર રહેણાંક વિસ્તારમાં શેરીમાં એક ખાનગી કંપનીનું પ્લેન ક્રેશ થતા આજુબાજુમાં રહેતા લોકોમાં ભય ફેલાઈ ગયો હતો અને બહાર દોડી આવ્યા હતા. બહાર આવીને જોતા જ પ્લેન અગનગોળો બનીને સળગી રહ્યું હતું. ઘટનાને લઈને લોકોમાં પણ નાસભાગ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં પ્લેન આગમાં ભસ્મીભૂત થઈ ગયું છે. આ ઘટનામાં પાઈલોટનું મોત નીપજ્યું છે. ઘટનાને પગલે પોલીસ અને ફાયરની ટીમ દોડી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, અમરેલીના ગીરિયા રોડ પર આજે બપોરના સમયે અચાનક આકાશમાં ઉડી રહેલું નાનું પ્લેન ક્રેશ થઈને રહેણાંક વિસ્તારમાં પડતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો. આથી આખુ પ્લેન આગમાં લપેટાઈ ગયું હતું.
ફાયર વિભાગની ટીમ અને પોલીસ તંત્ર સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવની કામગીરી હાથ ધરી હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનામાં પાઈલોટનું મોત નીપજ્યું છે. આ વિમાન ક્રેશના કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે, અને અધિકારીઓ ઘટનાની વિગતવાર તપાસ કરી રહ્યા છે.
આ પ્લેન, જે ખાનગી કંપની દ્વારા ચલાવવામાં આવતું હતું, તે પાઈલોટ ટ્રેનિંગ માટે ઉપયોગમાં લેવાતું હતું. દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ સવાર હતો, જેણે દુર્ભાગ્યવશ જીવ ગુમાવ્યો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં આ ઘટનાને લઈને ચિંતા વ્યાપી રહી છે, અને અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાઓને વધુ મજબૂત બનાવવાની ખાતરી આપી છે.
સ્થાનિક લોકોએ આગ બુઝાવવા પ્રયાસ કર્યો
ફાયર વિભાગની ટીમ પહોંચે એ પહેલા સ્થાનિક લોકોએ પોતાના ઘરમાંથી પાણીને પાઈપલાઈન દ્વારા પ્લેનમાં લાગેલી આગને બુઝાવવા પ્રયાસો કર્યા હતા. જોકે આગ એટલી વિકરાળ હતી કે ક્રેશ થયેલા પ્લેનની નજીક પહોંચી શકાતું નહોતું. આથી લોકો દૂરથી પાણીનો મારો ચલાવતા નજરે પડ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech