ઓખા હાઇવે પર અકસ્માત થયો : અન્યને ઇજા
દ્વારકા નજીકના હાઈવે માર્ગ પર સોમવારે સાંજે એક પેસેન્જર રીક્ષાનું એસ.ટી.ની બસ સાથે અકસ્માત સર્જાતા આ રિક્ષામાં જઈ રહેલા માં જઈ રહેલા રાજસ્થાનના યાત્રાળુઓ સાથેનું એક દંપતી ખંડિત થયું હતું. જેમાં ૭૦ વર્ષના એક વૃદ્ધનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ રાજસ્થાન રાજ્યના ચિત્તોડગઢ ખાતે શ્યામલાલ જમકુલાલ આગાલ નામના ૭૦ વર્ષના મહેશ્વરી વૃધ્ધ તેમના ધર્મપત્ની સીતાદેવી સહિતના નવ પરિવારજનો સાથે દેવભૂમિ દ્વારકામાં દર્શનાર્થે આવ્યા હતા. આ તમામ લોકો સોમવાર તારીખ ૮મી ના રોજ એક રિક્ષામાં બેસીને બેટ દ્વારકાથી દ્વારકા તરફ જઈ રહ્યા હતા ત્યારે આશરે સાત કિલોમીટર દૂર ઓખા હાઈવે પર પહોંચતા આ રિક્ષાના ચાલક માલાભાઈ વિરમભાઈ ચાનપાએ પોતાના રિક્ષાને પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવતા આ રીક્ષા પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે આ રીક્ષા રોંગ સાઈડમાં જઈ ચડતા દ્વારકા તરફથી ઓખા તરફ જઈ રહેલી એક એસ.ટી.ની બસ સાથે અથડાઈ પડી હતી.
આ અકસ્માતમાં શ્યામલાલ આગાલને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેમની સાથે જઈ રહેલા અન્ય પરિવારજનોને પણ નાની-મોટી ઇજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ બનાવ અંગે મૃતકના પત્ની સીતાદેવી શ્યામલાલ આગાલની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે રિક્ષાચાલક વાલાભાઈ વિરમભાઈ સામે આઈ.પી.સી. કલમ ૨૭૯, ૩૦૪ (અ), ૩૩૭, ૩૩૮ તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMઆજે રાત્રે ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે, ચારધામ યાત્રા પણ થશે સમાપ્ત
November 17, 2024 03:40 PMદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું?
November 17, 2024 02:44 PMCM આતિશીએ કૈલાશ ગેહલોતનું રાજીનામું સ્વીકાર્યું, AAPએ કહ્યું- BJPનું કાવતરું
November 17, 2024 02:14 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech