રાજયમાં ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ કરવા બાબતનું વિધેયક વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું જે સર્વાનુંમતે પસાર કરવામાં આવતા ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ કરવામાં આવ્યું છે. અને તેની તમામ કામગીરી જેવી કે, કાઉન્સીલનું ફંડ, સંસાધનો, માનવબળ, તેમના તમામ અધિકાર અને જવાબદારીઓ ગુજરાત સ્ટેટ અલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલમાં તબદીલ કરવામાં આવશે.
પ્રા વિગત મુજબ રાજયના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આજે ૧૫મી વિધાનસભાના છઠ્ઠા સત્રમાં ગુજરાત રાય ફિઝિયોથેરાપી કાઉન્સિલ (રદ્દ કરવા બાબત)નું વિધેયક ગૃહમાં રજૂ કયુ હતુ. અને આરોગ્યમંત્રીએ બિલ અંગેની વિગતો ગૃહ સમક્ષ રજુ કરતા જણાવ્યુ હતું કે, ગુજરાત રાય ફિઝિયોથેરાપી કાઉન્સિલ એકટ, ૨૦૧૧ રાયમાં અમલમાં હતો. જેના અંતર્ગત ગુજરાત સ્ટેટ કાઉન્સીલ ફોર ફિઝીયોથેરાપીની રચના કરાઇ હતી.
તાજેતરમાં ભારત સરકારે નેશનલ કમિશન ફોર એલાઇડ એન્ડ હેલ્થકેર પ્રોફેસન્સની રચના કરેલ છે. આ કમિશનનો હેતુ દેશભરના એલાઈડ અને હેલ્થકેર વ્યવસાયિકોના શિક્ષણ અને સેવાઓના ધોરણોના નિયમન અને દેખરેખ, સંસ્થાઓનું મુલ્યાંકન, સેન્ટ્રલ અને સ્ટેટ રજીસ્ટરની જાળવણી, રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિગેરે કરવા માટેનો છે. આ એકટ હેઠળ કુલ–૫૬ પ્રકારના એલાઈડ અને પેરામેડીકલ અભ્યાસક્રમોનો સમાવેશ કરીને ૧૦ કેટેગરીમાં વિભાજિત કરાયા છે.
ભારત સરકારના આ કાયદાની કલમ–૨૨ની જોગવાઈ મુજબ દરેક રાયએ સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થ કેર કાઉન્સિલની રચના કરવાની થતી હોવાથી ગુજરાત સરકારે પણ તા.૨૬૧૧૨૦૨૪ના જાહેરનામાથી ગુજરાત સ્ટેટ એલાઇડ એન્ડ હેલ્થ કેર કાઉન્સિલની રચના કરી છે. જેમાં તા.૨૦૧૨૨૦૨૪ના જાહેરનામાથી ચેરમેન તથા વિવિધ સભ્યોની પણ નિમણૂંક પણ કરાઇ છે.
ભારત સરકારના એકટમાં સમાવિષ્ટ્ર કુલ–૫૬ વિવિધ એલાઈડ હેલ્થકેર અભ્યાસક્રમોમાં ફિઝીયોથેરાપી કોર્ષનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. ગુજરાતમાં હાલમાં ઉકત ૫૬ અભ્યાસક્રમો પૈકી અંદાજે ૩૦ જેટલા અભ્યાસક્રમો ચાલે છે. રાય સરકાર દ્રારા રચવામાં આવેલ સ્ટેટ એલાઈડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલ દ્રારા ફિઝીયોથેરાપી કાઉન્સિલની તમામ કામગીરી પણ આવરી લેવામાં આવનાર હોવાથી ફિઝીયોથેરાપી કાઉન્સિલની હવે જરીયાત રહેતી નથી તેમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું
જેના પરિણામે આજનું રદ્દ કરવા બાબત વિધેયક ગુજરાત વિધાનસભામાંથી પસાર થતા રાયમાં ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર ફિઝીયોથેરાપી એકટ–૨૦૧૧નો અતં આવશે તેમ ઉમેયુ હતું. ફિઝીયોથેરાપી કાઉન્સિલના અંતની સાથે કાઉન્સિલમાં કાર્યરત તમામ સ્ટાફને નવી બનાવવામાં આવેલ ગુજરાત સ્ટેટ એલાઈડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલમાં સમાવી લેવામાં આવશે અને તેઓ આ નવી કાઉન્સિલમાં કાર્ય કરશે.ગુજરાત રાય ફિઝિયોથેરાપી કાઉન્સિલ એકટ, ૨૦૧૧ હેઠળની ગુજરાત સ્ટેટ કાઉન્સીલ ફોર ફિઝિયોથેરાપીની તમામ કામગીરી , કાઉન્સીલનું ફડં સંસાધનો, માનવબળ, તેમના તમામ અધિકારો અને જવાબદારીઓ સાથે સ્ટેટ અલાઇડ એન્ડ હેલ્થકેર કાઉન્સિલને તબદીલ થશે. અત્રે નોંધનીય છે કે, રાયમાં હાલ ૦૫ સરકારી તેમજ ૬૮ સ્વ–નિર્ભર મળીને કુલ–૭૩ ફિઝિયોથેરાપી કોલેજો કાર્યરત છે, ફિઝીયોથેરાપી કાઉન્સિલમાં તા.૧૭–૦૨–૨૦૨૫ની સ્થિતિએ કુલ ૨૧,૬૬૮ ફિઝીયોથેરાપીસ્ટોનું રજીસ્ટ્રેશન થયેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech