વ્રજ જેવો માહોલ થયો ઉભો: મોટાભાઇ, બેઠકજીના મુખ્યાજી સહિતના વિશેષ આગેવાનો ઉપસ્થિત
ભાટીયાની લોહાણા મહાજન વાડી ખાતે પૂ.પા.ગો. શ્રી વલ્લભરાયજી મહોદયના અઘ્યક્ષતામાં ફૂલફાગ હોલી રસિયા ઉત્સવ રંગેચંગે સમસ્ત ભાટીયા બારાડી પંથકના વૈષ્ણવોની વિશાળ હાજરી વચ્ચે ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.
આ પ્રસંગનું દિપ પ્રાગટ્ય પૂ. વલ્લભ બાવાજી, ભાગવાતાચાર્ય પૂ. મગનભાઇ બાબજી, પૂ. અણભાઇ ભટ્ટ, બારાડી લોહાણા મહાજનના પ્રમુખ દ્વારકાદાસભાઇ રાયચુરા (મોટાભાઇ), વૈષ્ણવ અગ્રણી ભરતભાઇ જે. મોદી, અણભાઇ પાબારી, ઇશ્ર્વરભાઇ શમર્,િ પીડારા બેઠકના મુખ્યાજી પંકજભાઇ શમર્,િ ભાટીયા વલ્લભ સદન હવેલીના મુખ્યાજી નારણભાઇ શમર્,િ બારાડીના વૈષ્ણવ આગેવાનો તુલસીદાસભાઇ ડી.એલ. પરમાર, મોરપ્રેમી નારણભાઇ, વિઠઠ્ઠલભાઇ, લખુભાઇ સહિતના વૈષ્ણવ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય વિધિ કરાઇ હતી અને મહેમાનોનું શબ્દોથી સ્વાગત-અભિવાદન સમગ્ર કાર્યક્રમના સંયોજક નિલેશભાઇ કાનાણીએ કરેલ હતું. તેમજ પૂ. બાવાજી તથા અન્ય મંચસ્થ મહાનુભાવોનું તુલસીજીના કુંડા આપી સ્થાનિક સેવાભાવી વૈષ્ણવો સહિતના આગેવાનોના હસ્તે કરવામાં આવેલ હતું.
પૂ. વલ્લભબાવાને માલા અર્પણ તથા ભેટ મોટાભાઇ, નિલેશભાઇ કાનાણી સહિતના આગેવાનોએ આશીવર્દિ મેળવ્યા હતા, ફૂલફાગ હોલી રસિયાનું ગાન કીર્તન જામનગરના પ્રસિઘ્ધ શ્રીનાથજી કીર્તન મંડળના ભગવાનભાઇ સાવલીયા તથા ગ્રુપે ભરતભાઇ કાનાબારના માર્ગદર્શન હેઠળ હોલી રસિયા રજૂ કરી વ્રજ જેવો માહોલ ઉભો કરી દીધો હતો. વૈષ્ણવો રસિયા પદના ગાન પર ખેલ્યા હતા. પૂ. વલ્લભબાવાજીએ રસિયા પદ ગાઇ આશીર્વચન પાઠવ્યા હતા. ધારાસભ્ય પબુભા, એસ.પી. નિતેશ પાંડેય, ડીવાયએસપી પ્રજાપતિ, મામલતદાર સહિતનાઓએ શુભેચ્છા પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech