નોંધણી માટે રજૂ થતા દસ્તાવેજમાં અને લેખ ઉપર પક્ષકારોના ફોટા આગામી તારીખ એક એપ્રિલથી ફરજિયાત રીતે લગાવવાના રહેશે તેવો આદેશ નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ દ્રારા કરવામાં આવ્યો છે.આ આદેશમાં જણાવ્યા મુજબ રાયમાં સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં સ્થાવર મિલકત સંબંધીત નોંધણી માટે રજૂ થતા દસ્તાવેજમાં મૂળ માલિકના બદલે બેનામી માણસોને મિલકતના મૂળ માલિકો તરીકે રજૂ કરી બોગસ દસ્તાવેજની નોંધણી થયાના બનાવો તાજેતરમાં બહાર આવ્યા છે. આવા બનાવટી દસ્તાવેજો અને બોગસ દસ્તાવેજો રદ કરાવવા માટે મિલકતના મૂળ માલિકોને ન્યાયિક પ્રક્રિયાના નિવારણ માટે સમય અને નાણાંનો વ્યય થાય છે. આવા કિસ્સા નિવારવા અને નિર્દેાષ વ્યકિતઓ આવા બોગસ વ્યવહારનો ભોગ ન બને તે માટે આ નિર્ણય લેવાયો છે.
હવે સ્થાવર મિલકતની તબદીલી સંબંધીત દસ્તાવેજો અને લેખોમાં લખી આપનાર અને લખાવી લેનાર એમ બંને પક્ષકારોના પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ આંગળા તથા અંગૂઠાની છાપ લગાવીને નિયત પત્રકમાં તૈયાર કરી આવા દસ્તાવેજ અને લેખ રજૂ કરવાના રહેશે. જે નિયત પત્રક છે તે ગરબી વેબ મારફત પક્ષકારે જનરેટ કરીને તેમાં લાગુ પડતી બાબતોની પૂર્તતા કરી દસ્તાવેજના ભાગ તરીકે રજૂ કરવાનો રહેશે. તમામ સબ રજીસ્ટાર કચેરીના અધિકારીઓએ પણ નવી ઉમેરેલી નમુનાની વિગતોની ખાસ ચકાસણી કરવાની રહેશે અને તે મુજબ સ્ટેમ્પ ડુટી તથા નોંધણી ફી વપરાઈ છે કે કેમ તેની ચકાસણી કરવાની રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech