લૂ લાગવાથી બેભાન વ્યક્તિઓને સિવિલમાં તાકીદે સારવાર મળશે

  • April 07, 2025 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉનાળાની શરૂઆતમાં જ સૂર્યદેવતા કોપાયમાન બનતા છેલ્લા કેટલાક દિવસોથી 45 ડિગ્રી સુધીનું આકરું તાપમાન નોંધાતા બપોરના 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. ભારે તાપ અને ગરમીના કારણે ડી-હાઇડ્રેશન થવાથી લોકો બેભાન થવાના બનાવ પણ નકારી શકાતા નથી જેને લઈને સરકારના આરોગ્ય વિભાગ દ્વારા પણ લૂ થી બચવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. સાથો સાથ હીટવેવમાં બેભાન થવાના બનાવોને ધ્યાને લઈ 108 ઇમરજન્સી સેવા પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આવા સમયે લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયાના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલના પીએમએસએસવાય બિલ્ડિંગમાં 20 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં તબીબો અને સ્ટાફની પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. ડી-હાઇડ્રેશન અને ભારે લઉં લાગવાથી બેભાન દર્દીઓને અહીં દાખલ કરી સારવાર આપવામાં આવશે તેમ આરએમઓ એમ.સી.ચાવડાએ જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application