શહેરમાં ગત રાત્રિના બે વાગ્યાના અરસામાં ગાંધીગ્રામ વિસ્તારમાં લાંબો સમય સુધી વીજળી ગુલ થઈ જતા ઉનાળાની ગરમીમાં બાળકો વૃદ્ધો સહિતના લોકોએ ભારે હેરાનગતિ ભોગવવી પડી હતી, તેમાં લોકો દ્વારા આ વિસ્તારના જામ ટાવર સબ ડિવિઝનના ફોલ્ટ સેન્ટરમાં ફોન કરાતાં ફોન સતત બીજી આવતો હોય લોકોએ રૂબરૂ જામ ટાવર સબ ડિવિઝને દોડી જવું પડ્યું હતું. જેમાં સંબંધીત સ્ટાફની ઘોર બેદરકારીનો વિડીયો વાયરલ થતા પીજીવીસીએલ તંત્રે હરકતમાં આવવું પડ્યું છે. સંબંધિતો સામે ઇન્કવાયરીના આદેશો આપ્યા છે.
ગાંધીગ્રામ વિસ્તારમાં મધરાત બાદ વીજળી પુરવઠો ખોરવાયા બાદ લાંબો સમય સુધી આ વિસ્તારના જામ ટાવર સબ ડિવિઝનના ફોલ્ટ સેન્ટરના ફોન લાંબો સમય રિસીવ ના થતા
ગાંધીગ્રામના લોકોએ કલેકટર કચેરી સામે આવેલ જામ ટાવર સબ ડિવિઝનના ફોલ્ટ સેન્ટરે દોડવું પડ્યું હતું, પરંતુ ફરજ પરના કર્મચારીઓની બેદરકારી સામે આવી હતી. તેમાં રાત્રિ દરમિયાન ફરિયાદના ફોનના ઉપાડવા ન પડે તે માટે કર્મચારીઓ દ્વારા ફોનનું રીસીવર અપ રાખી આરામ ફરમાવતા હોવાનું સામે આવ્યું હતું. લોકો આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. ત્યાં તપાસ કરતા 11 કેવી ફીડર ટ્રિપ થઈ જવાને કારણે ગાંધીગ્રામની વીજળી ગૂલ થયાનું સામે આવ્યું હતું. જેમાં લોકોએ રીસીવર અપ રાખી ફરજમાં બેદરકારી રાખનારા કર્મચારીઓનો ઉધડો લેતા કર્મચારીઓએ હરકતમાં આવવું પડ્યું હતું અને ફોલ્ટ રિકવર કરવા કામગીરી હાથ ધરી હતી. ગાંધીગ્રામમાં વીજળી પુરવઠો ચાલુ કરાવવા લોકોએ જામ ટાવર સબ ડિવિઝન ખાતે રૂબરૂ દોડવું પડ્યાના સમગ્ર મામલાનો વિડીયો વાયરલ થતાં પીજીવીસીએલ દ્વારા પણ ઇન્ટર્નલ ઇન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા છે. તપાસ દરમિયાન જે કોઈ પણ કર્મચારીની બેદરકારી જણાશે તો તેમના વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત શિયાળાની ઋતુમાં પણ પીજીવીસીએલમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ આધારિત ભરતી કરવામાં આવેલા કર્મચારીઓ રાત્રી દરમિયાન આરામ ફરમાવી રહ્યા હોવાના વિડિયો પણ સામે આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: ભાજપના ધારાસભ્યો અને ભાજપ શહેર પ્રમુખ ઉપર કાયદાકીય પગલાં લેવા કોંગ્રેસની માંગ
April 18, 2025 12:46 PM'પહેલા પોતાનું સંભાળો...', પશ્ચિમ બંગાળ હિંસા પર સલાહ આપી રહેલા બાંગ્લાદેશને ભારતની ફટકાર
April 18, 2025 12:40 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech