ગોંડલ ગણેશ અને અલ્પેશ કથીરિયા વચ્ચે વિવાદ વધુ ઘેરો બની શકે છે. ગોંડલ ગણેશની ચેલેન્જને અલ્પેશ કથીરિયાએ સ્વીકારી છે. આજે અલ્પેશ કથીરિયા ગોંડલમાં આવી રહ્યા છે. ત્યારે તેમની સાથે ધાર્મિક માલવિયા અને જીગીશા પટેલ પણ આવશે. સૌપ્રથમ ગોંડલ ખાતે આવેલા આશાપુરા મંદિરે તેઓ દર્શન કરવા જશે. ત્યારબાદ તેઓ અક્ષર મંદિરે પણ દર્શન કરવા જશે. ગોંડલ શહેરના અલગ અલગ વિસ્તારોમાં તેઓ ફરશે. જેને લઈને ગોંડલ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
વિવિધ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે
500 જેટલા પોલીસકર્મીઓનો બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસના ઉચ્ચ અધિકારી તેમજ પીઆઇ, પીએસઆઇ, કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ બંદોબસ્તમાં ગોઠવાયો છે. અગાઉ બંનેના પોસ્ટર વોર પણ સામે આવી ચૂક્યા છે. ગોંડલ આશાપુરા ચોકડી ખાતે વિવિધ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. વિરોધ પ્રદર્શનમાં પાટીદાર યુવાનો સહિત અન્ય સમાજના યુવાનો હાથમાં પોસ્ટર સાથે વિરોધ દર્શાવશે.
નેશનલ હાઈવે પરના ગામોમાં લોકોનું ટોળું એકત્ર થયું
જોકે અલ્પેશ કથીરિયાનો વિરોધ કરવા ભરૂડી ખાતે કેટલાક લોકો થયા એકઠા થયા છે અને હાથમાં કાળા વાવટા અને પોસ્ટરો સાથે હાઈવે પર ભેગા થયા છે. અલ્પેશ કથીરિયાનો વિરોધ કરવા રીબડા ખાતે કેટલાક લોકો થયા એકઠા થયા છે. નેશનલ હાઈવે પર ઠેર ઠેર અલ્પેશ કથીરિયાનો વિરોધ કરવા હડમતાડા અને ભુણાવા ગામ પાસે લોકોનું ટોળું મોટી સંખ્યામાં ભેગું થયું છે.
બીજી તરફ અલ્પેશ કથીરિયાના સમર્થનમાં પોસ્ટર ફાટ્યા
ગોંડલ આંબેડકર ચોક સહિતના વિસ્તારોમાં જે બેનરો લગાવવામાં આવ્યા હતા જે કોંગ્રેસના આગેવાન દિનેશભાઈ પાતર દ્વારા ફાડી નાખવામાં આવ્યા હતા અને અલ્પેશ પટેલને સમર્થન આપવામાં આવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત હાઈકોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ જજ કેડરના ન્યાયિક અધિકારીઓની બદલી અને નિમણૂકોનો આદેશ
June 12, 2025 12:07 AMગુજરાત હાઇકોર્ટ દ્વારા સિનિયર સિવિલ જજ કેડરના ન્યાયિક અધિકારીઓની બદલી અને નિમણૂકોનો આદેશ
June 12, 2025 12:03 AMગુજરાત હાઇકોર્ટ દ્વારા ન્યાયિક અધિકારીઓની બદલી અને નિમણૂકો
June 12, 2025 12:01 AMરાજા હત્યા કેસ: સોનમ સહિત 5 આરોપીઓને 8 દિવસના રિમાન્ડ મંજૂર
June 11, 2025 10:59 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech