કુલ શરાબની ૨૧૪ બોટલ, બિયરના ૧૨૦ ટીન અને સ્વીફટ કાર કબ્જે
મીઠાપુરના દેવપરા ઘડા વિસ્તાર ભીમનગર પાસેથી એક શખ્સને ઇંગ્લીશ દારુની ૧૮૪ બોટલ સાથે પકડી લીધો હતો જયારે વરવાળા સીમમાંથી ૩ શખ્સને શરાબની ૩૦ બોટલ તથા બિયરના ૧૨૦ ટીન અને કાર સાથે અટકાયત કરી હતી.
દ્વારકા એસપી નિતેશ પાંડેય દ્વારા પ્રોહીબીશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હોય તથા નાયબ પોલીસ અધીક્ષક સાગર રાઠોડના માર્ગદર્શન મુજબ મીઠાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ ટી.સી. પટેલની સુચનાથી પીએસઆઇ એમ.આર. સવસેટા તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન પો.હેડ કોન્સ રણવીરસિંહ જાડેજા, પો.કોન્સ. ભુપેન્દ્રસિંહ જાડેજા તથા ધર્મદિપસિંહ જાડેજાને મળેલ સંયુકત બાતમી હકીકત આધારે રેઇડ દરમ્યાન ભારતીય બનાવટનો દારુ બોટલ ૧૮૪ તથા મોબાઇલ મળી કુલ રુ. ૧,૦૨,૦૦૦ ના મુદામાલ સાથે મહેશ જેઠા ચાનપા (રહે. આરંભડા સીમ દેવપરા ધડા વિસ્તાર ભીમનગર દ્વારકા) ને પકડી લઇ ધોરણસરની અટક કરી હતી.
આ ઉપરાંત પીઆઇ એ.એલ. બારસીયાના માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇ ડી.એ. વાળા સાથે સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા, દરમ્યાન એએસઆઇ રણમલભાઇ વાઘેલા, પો.હેડ કોન્સ હરપાલસિંહ જાડેજા, ઇન્દ્રસિંહ જાડેજા, પો.કોન્સ હીતેન્દ્રસિંહ જાડેજાને મળેલ સંયુકત ચોકકસ બાતમી આધારે વરવાળા ગામની સીમમાંથી આરોપી નાથાભા પાાલાભા સુમણીયાના કબ્જામાંથી ઇંગ્લીશ દારુની ૩૦ બોટલ કિ. રુ. ૧૨ હજાર તથા અલગ અલગ બ્રાન્ડના બીયરના ૧૨૦ ટીન કિ. રુ. ૨૫,૪૪૦ મળી કુલ રુ. ૩૭,૪૪૦ સાથે પકડી પાડી તેના વિરુઘ્ધ આગળની તપાસ દ્વારકા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ દરોડાની તપાસ દરમ્યાન પ્રકાશ સુરેશ ભાયાણી રહે. રબારી પાડો, દ્વારકા અને કીશન હીમતભાઇ પરમાણી દ્વારકાને અટક કરી તેના પાસેથી ગુનામાં ઉપયોગમાં લીધેલ સફેદ કલરની સ્વીફટ ગાડી કિંમત રુ. બે લાખ ગણી વધુ તપાસ અર્થે કબ્જે કરી હતી.