રોકડ રકમ, સોનુ અને કાર સહિત 9.78 લાખનો મુદ્દામાલ કબજે લેતી એલસીબી : જુદા જુદા નવ ગુનામાં સંડોવણી
જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં દિવસ દરમિયાન રોડ ઉપર પેસેન્જર તરીકે ઉભેલા લોકોને લિફ્ટ આપીને તેઓ પાસેથી રોકડ રકમ અને સોનું વગેરેની ચોરી-લૂંટ કરનાર અમરેલી પંથકના ચાર શખ્સોને એલસીબીની ટુકડીએ ઝડપી લીધી છે, અને તેઓ પાસેથી રોકડ રકમ, સોનુ, કાર વગેરે સહિત 9.88 લાખની માલમતા કબજે કરી છે. જ્યારે ઉપરોક્ત ટોળકીએ જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથક અને કાલાવડ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં બે ગુનાને અંજામ આપ્યાની કબુલાત આપી છે.
જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં તાજેતરમાં એક ગુનો નોંધાયો હતો અને કારમાં પેસેન્જર તરીકેની લિફ્ટ આપીને 10,000ની રોકડ રકમ પડાવી લીધા ની ફરિયાદ થઈ હતી. જે ફરિયાદના અનુસંધાને એલ.સી.બી.ની ટુકડી હરકતમાં આવી હતી, અને જુદા જુદા વાહનોને ચેક કરવામાં આવી રહ્યા હતા.
જે દરમિયાન લાલપુર બાયપાસ થી સમાણા તરફ જવાના માર્ગે પસાર થઈ રહેલી એક કારને અટકાવીને તેમાં બેઠેલા અમરેલી પંથકના ચાર શખ્સો સુનિલ વિનુભાઈ સોલંકી, રોહિત ભુપતભાઈ સોલંકી, ધર્મેશ ધીરુભાઈ ચૌહાણ અને અલ્પેશ કિશોરભાઈ સોલંકીને અટકાયતમાં લીધા હતા. જે ચારેયની પૂછપરછ કરતાં તેઓએ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોધાયેલા ગુન્હાને અંજામ આપ્યાની કબૂલાત આપી હતી, અને પેસેન્જર તરીકે એક યુવાનને બેસાડીને રોકડ રકમ સેરવી લીધી હતી.
તેજ રીતે કાલાવડ ટાઉન પોલીસ મથકમાં નોંધાયો હતો, જેમાં પણ તેઓની સંડોવણી હોવાની કબુલાત આપી છે. પોલીસે ચારેયની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા 8,800 ની રોકડ રકમ 19 ગ્રામ સોનાનો ચેઇન અને સેવન સીટર કાર જીજે11સીએચ-3874 વગેરે સહિત 9.78,800ની માલમતા કબજે કરી અને ચારેયને પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધા છે.
આરોપીઓ હાઇવે પર કારમાં આંટાફેરા કરી રોડની સાઇડમાં કોઇ વાહનની રાહ જોઇને ઉભા હોય તેઓને બેસાડી અને ચોરી-લુંટ કરતા હતા, તપાસ દરમ્યાન ઉપરોકત ચોરી સિવાય આરોપીઓએ અન્ય ચોરીની કબુલાત આપી છે જેમાં બે વર્ષ પહેલા કોડીનાર રોડ પર 20 હજાર શેરવી લીધા હતા, 3 મહીના પહેલા ચલાલા રોડ પર 2 હજાર, બે મહીના પહેલા ઉના રોડ પર 7 હજાર, બે માસ પહેલા તળાજા રોડ પર 12 હજાર, એક વ્યકિતને કારમાં બેસાડીને કાઢી લીધા હતા.
આ ઉપરાંત એક મહીના પહેલા ચોટીલા જતા રોડ પર એક ભાઇને કારમાં બેસાડી ખિસ્સામાથી 3500 શેરવી લીધા હતા તેમજ જેતપુર રોડ પરથી એક વ્યકિતના ખિસ્સામાંથી 5 હજાર કાઢી લીધા હતા, બે માસ પહેલા ખંભાળીયા જતા રોડ પર કારમાં એક વ્યકિતને બેસાડી 3500 શેરવી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech