પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ એક વખત કહ્યું હતું કે સત્તાનું ચરિત્ર એક જેવું જ હોય છે. ભ્રષ્ટ્રાચારના કેસોમાં સંડોવાયેલા અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની પરવાનગી આપવા બાબતે, સ્વ. વાજપેયીનું આ નિવેદન સાચુ સાબિત થાય છે. આ મામલે કેન્દ્ર અને રાયમાં કોઈપણ પક્ષની સરકારો પાછળ નથી. કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને રાય સરકારોના ૨૧૨ કેસોમાં સેન્ટ્રલ બ્યુરો આફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) દ્રારા ભ્રષ્ટ્રાચારના દોષિત ૫૪૩ અધિકારીઓ અને કર્મચારીઓ સામે કાર્યવાહીની મંજૂરી બાકી છે.
સીબીઆઈના કામકાજ પર નજર રાખતા સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી)એ પોતાના તાજેતરના રિપોર્ટમાં આ માહિતી આપી છે. આમાં રાય અને કેન્દ્રશાસિત પ્રદેશ (યુટી) સરકારોમાં કાર્યવાહી માટે મંજૂરીના ૪૧ કેસોનો સમાવેશ થાય છે. જેમાં ૧૪૯ અધિકારીઓ ભ્રષ્ટ્રાચારમાં દોષિત ઠર્યા છે.
રિપોર્ટ અનુસાર, કેન્દ્ર સરકારના નાણા મંત્રાલયના વિવિધ વિભાગોમાં કાર્યવાહીની મંજૂરી માટે મહત્તમ ૭૫ કેસ પેન્ડિંગ છે, જેમાં ૧૯૭ ભ્રષ્ટ્ર અધિકારીઓ અને કર્મચારીઓ સંડોવાયેલા છે. તેમાંથી નાણાકીય સેવા વિભાગના ૫૩ કેસોમાં કાર્યવાહી કરવાની પરવાનગી બાકી છે. નાણા મંત્રાલય, સંરક્ષણ, રેલ્વે, શિક્ષણ અને કર્મચારી મંત્રાલયોમાં પેન્ડિંગ કેસોની સંખ્યા પ્રમાણમાં ઓછી છે.
ડિસેમ્બર ૨૦૨૩ સુધી જારી કરાયેલા રિપોર્ટમાં, સીવીસીએ એવા કેસોનો પણ ઉલ્લેખ કર્યેા છે જેમાં તપાસમાં દોષિત ઠરેલા અધિકારીઓ સામે પંચની ભલામણોને પણ અવગણવામાં આવી હતી, જેમાં કેન્દ્ર સરકાર (પીએસયુ બેંકો વગેરે) હેઠળના વિવિધ મંત્રાલયો અને સંસ્થાઓનો સમાવેશ થાય છે. સીવીસી મુખ્ય અધિકારીઓ (સીવીઓએસ) દ્રારા કેન્દ્રીય મંત્રાલયો અને પીએસયુ બેંકોમાં ભ્રષ્ટ્રાચાર અને અનિયમિતતા પર નજર રાખે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech