રાજકોટ મહાનગરપાલિકા દ્રારા પ્રધુમન પાર્ક સુધી રાંદરડા લેખ ઉપરના સામાકાંઠા સુધી આઇકોનિક પેડેસ્ટ્રીયન ઓવરબ્રિજ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે આ માટે કુલ .૧૮૦ કરોડનો ખર્ચ થનાર છે અને તે ખર્ચ માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્ટ મેળવવા માટેની જરી કાર્યવાહી કરવા આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં અંગે રાજકોટ મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ઉપરોકત પ્રોજેકટમાં કુલ ૧૮૦ કરોડનો ખર્ચ થશે પરંતુ તે રકમ પૈકી પિયા ૬૦ કરોડની કમ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગતના આગવી ઓળખ માટેના બજેટમાંથી મળવા પાત્ર થાય છે આથી આ રકમ મેળવવા માટે તેમજ સરકારની સૈદ્ધાંતિક મંજૂરી મેળવવા માટે મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડને દરખાસ્ત રજૂ કરવાની થાય છે.
ગુજરાત રાયના મુખ્ય શહેરો પૈકી અમદાવાદ સુરત વડોદરા તથા રાજકોટ શહેરમાં ઓછામાં ઓછો એક આઇકોનિક બ્રિજ બને તેવું રાય સરકાર દ્રારા સૂચવવામાં આવ્યું હતું આથી ઉપરોકત પેડેસ્ટ્રીયન ઓવર બ્રિજ બનાવવાનું કામ ઈસ્ટ ઝોન સિટી એન્જિનિયર દ્રારા સૂચવવામાં આવ્યું છે આ બ્રિજથી રાજકોટ શહેરની એક આગવી ઓળખ ઉપસ્થિત થશે અને શહેરનો સર્વ પ્રથમ આઇકોનિક બ્રિજ બની રહેશે રાજકોટ વાસીઓ તેમજ બહારગામ થી રાજકોટ ફરવા આવતા લોકો માટે આ આઇકોનિક બ્રિજ એક આકર્ષણનું કેન્દ્ર બનશે.
કયા પ્રકારનો કયાંથી કયાં સુધીનો બ્રિજ બનશે?
રાજકોટ મહાનગરપાલિકા દ્રારા અમદાવાદના અટલ સરોવર જેવો બ્રિજ રાજકોટમાં નિર્માણ કરવામાં આવનાર છે આ બ્રિજ ડા ટ્રાન્સપોર્ટ નગરના છેડે રાંદરડા તળાવના કાંઠેથી શ થશે અને પ્રધુમનપાર્ક ઝૂ ના મુખ્ય પ્રવેશ દ્રાર પાસે પૂર્ણ થશે. તળાવમાં પિલ્લર ઊભા નહીં કરાઈ પરંતુ ફાઉન્ડેશન ટુ ફાઉન્ડેશન મતલબ કે ટ્રાન્સપોર્ટ નગરના કાંઠેથી સીધું પ્રધુમન પાર્ક ઝૂ પાસે તેમ બે સ્થળે પિલર ઉપર આખો બ્રિજ ટકી રહેશે તેવો આઇકોનિક બ્રિજ બનાવવામાં આવશે પ્રધુમનપાર્ક ઝૂમ ખાતે ફરવા જતા લોકો ટ્રાન્સપોર્ટ નગર થી આ બ્રિજ ઉપર ચડી જાય તો સીધા તેઓ જૂના પ્રવેશદ્રાર પાસે ઉતરી શકશે. અલબત્ત હજુ આ વિચાર રજૂ કરાયો છે ડિટેલ પ્રોજેકટ રિપોર્ટ તૈયાર કરાયો નથી પરંતુ સરકારની મંજૂરી મેળવવા અને આ બ્રિજ પેટે થનાર ખર્ચ ની રકમ મેળવવા દરખાસ્ત કરાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદીએ સાબરમતી રિપોર્ટના વખાણ કર્યા, કહ્યું- સત્ય બહાર આવી રહ્યું છે
November 17, 2024 04:43 PMઆજે રાત્રે ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથ ધામના કપાટ બંધ થશે, ચારધામ યાત્રા પણ થશે સમાપ્ત
November 17, 2024 03:40 PMદિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું કેમ આપ્યું?
November 17, 2024 02:44 PMCM આતિશીએ કૈલાશ ગેહલોતનું રાજીનામું સ્વીકાર્યું, AAPએ કહ્યું- BJPનું કાવતરું
November 17, 2024 02:14 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech