દ્વારકાના આવળ પરા વિસ્તારમાં આવેલા આવળ માતાજીના મંદિરની પાછળના ભાગે રહેતા મેહુલભાઈ ઉર્ફે દુદાભાઈ રાણાભાઈ લુણા નામના રબારી યુવાનના પિતા રાણાભાઈ ગત તારીખ 12 ઓક્ટોબરના રોજ દ્વારકામાં પોરબંદર હાઈવે માર્ગ પર આવેલા પેટ્રોલ પંપ પાસેથી ચાલીને જઈ રહ્યા હતા. તે દરમિયાન પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી જી.જે. 10 ડી.આર 2734 નંબરની એક મોટરકારના ચાલકે રાણાભાઈને અડફેટે લેતા તેમને ગંભીર ઈજાઓ સાથે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર મેહુલભાઈ લુણાની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે કારના ચાલક સામે જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
સર્પદંશ થતા ટિંબડીના યુવાનનું મૃત્યુ
ખંભાળિયા તાલુકાના ટિંબડી ગામે રહેતા અરવિંદસિંહ હમીરજી જાડેજા નામના 24 વર્ષના યુવાનને રવિવારે તેમની વાડીએ ઝેરી સર્પે દંશ દેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મનોહરસિંહ ભીખુભા જાડેજા (ઉ.વ. 40, રહે. ટિંબડી) એ અહીંની પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech