રાજકોટ મહાપાલિકા દ્રારા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગતના કાર્યક્રમોની શૃંખલા નો પ્રારભં થઈ ચૂકયો છે અને તે અંતર્ગત આવતીકાલે રાત્રે ૯–૧૫ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે દેશભકિત ગીતોનો સ્ટેજ શો જાગો હિન્દુસ્તાની યોજાશે જેમાં કુલ ૩૬ થી વધુ કલાકારોનો કાફલો ભારે જમાવટ કરશે. આ કાર્યક્રમમાં ઉમટી પડવા શહેરીજનોને ભાવભયુ જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડિયા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાપાલિકા દ્રારા નાગરિકોમાં દેશભકિતની ભાવના જાગૃત થાય અને દેશપ્રેમ જાળવી શકાય તેવા ઉમદા આશયથી કાલે તા.૨૪–૧–૨૦૨૫ ને શુક્રવારના રોજ રાત્રે ૯:૧૫ કલાકે, હેમુ ગઢવી નાટગૃહ, ટાગોર રોડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગપે દેશભકિતના ગીતોનો એક ભવ્ય સ્ટેજ શો જાગો હિંદુસ્તાની કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટ જાણીતા વકતા અને લેખક જય વસાવડાના હસ્તે કરી, શુભારભં કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
ઉપરોકત કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઈ પાલા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, ડો.માધવભાઈ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, સમાજ કલ્યાણ સમિતી ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ મહાપાલિકાના કોર્પેારેટરો, અધિકારી–કર્મચારીઓ, પ્રેસ–મીડિયાના પ્રતિનિધિઓ, સંગઠનના હોદેદારો તેમજ બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહેશે
૩૬થી વધુ કલાકારોનો કાફલો જમાવટ કરશે
જાગો હિન્દુસ્તાની કાર્યક્રમમાં ૩૬ થી વધુ કલાકારો દ્રારા અધતન સાઉન્ડ, શ્રે કોરિયોગ્રાફી, એલ.ઈ.ડી.ની સ્પેશ્યલ ઈફેકટ દ્રારા દેશભકિતના ગીતનો એક ભવ્ય સ્ટેજ શો કરવામાં આવશે. અગાઉ વાઘાબોર્ડર પર ભારતનો પ્રથમ દેશભકિત ગીતનો કાર્યક્રમ યોજાયેલ હતો. આ કાર્યક્રમથી કલાકારો દ્રારા ખાસ પ્રકારે દેશભકિત ગીતોથી રાષ્ટ્ર્રભાવના જાગૃત કરવાનો એક ઉમદા પ્રયાસ કરવામાં આવનાર છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMગુજરાતમાં કાળઝાળ ગરમી: સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર, હવામાન વિભાગની હીટવેવની આગાહી
April 02, 2025 08:40 PMડીસા બ્લાસ્ટ કેસ: સરકાર દ્વારા કમિટીની રચના, 15 દિવસમાં રિપોર્ટ સોંપશે
April 02, 2025 07:48 PMઈદ પર એટલા ગોલગપ્પા ખાધા કે 213 બાંગ્લાદેશી હોસ્પિટલમાં દાખલ થયા, 14ની હાલત ગંભીર
April 02, 2025 07:41 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech