@aajkaalસિવિલ હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં દર્દીઓની પ્રાઇવેસી અને સારવારને લઈ કર્ટેઇન (પડદા) રાખવામાં આવ્યા છે જયારે પીએમએસએસવાય બિલ્ડિંગના સુપર સ્પેશ્યાલિટી બિલ્ડીંગમાં પાંચમા લોર ઉપર આવેલા અધતન આઇસીયુ અને એમઆઈસીયુ વોર્ડમાં કર્ટેઇન રાખવામાં ન આવતા દર્દીઓની પ્રાઇવેસી અને ચોક્કસ સારવાર દરમિયાન ક્ષોભમાં મુકાઈ રહ્યા છે. ખાસ કરીને મહિલા દર્દીઓને વધુ મુશ્કેલી પડી રહી છે.
સિવિલ હોસ્પિટલના સત્તાધીશો પાસે વિઝન સાથેની કામગીરીની અપેક્ષા રાખવી એ ઝાંઝવાના જળ સમાન છે. જેનું વધુ એક ઉદાહરણ જોવા મળી રહયું છે. એક જ હોસ્પિટલમાં આવેલા બે આઇસીયુ વિભાગમાં પણ સામાન્ય બાબતે પણ કેટલોક તફાવત જોવા મળી રહ્યો છે. હોસ્પિટલના ઈમરજન્સી વિભાગ પાસે આવેલા આઇસીયુ વોર્ડમાં દર્દીઓની સારવાર અને નિદાન સહિતની પ્રાઇવેસી જળવાઈ રહે ઉપરાંત ઇન્ફેકશનને ધ્યાનમાં રાખી કર્ટેઇન લગાવવામાં આવ્યા છે. પરંતુ પીએમએસએસવાય બિલ્ડિગ કે યાં સુપર સ્પેશ્યાલિટી સારવાર ઉપલબ્ધ છે એ અધતન આઇસીયુ અને એમઆઈસીયુ વોર્ડમાં શઆતથી જ કર્ટેઇન લગાવવા આવ્યા નથી. જેને લઈને દર્દીઓના ઈસીજી, યુરિન માટેની નડી લગાવવી ઉપરાંત શરીરના ચોકસસ ભાગના નિદાન તેમજ શોચક્રિયા કરનાર દર્દીઓની સફાઈ કરવા સમયે સ્ટેન્ડિ પડદાનો ઉપયોગ કરવામાં આવે છે. જેને લઈને દર્દીઓ અને તેના પરિવારને સંકોચની સાથે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પ્રાઇવેટ હોસ્પિટલને પણ ટક્કર મારે એવા આઇસીયુ અને એમઆઈસીયુ વોર્ડમાં કર્ટેઇન ન હોવા એ હોસ્પિટલની બેદરકારી અને સત્તાધીશોનું બ્લેન્ક વિઝન હોવાનું પુરવાર કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઝનાના હોસ્પિટલમાં પણ લેબર સહિતના વિભાગમાં પ્રસૂતા અને સગર્ભાઓના ખાટલે પડદા રાખવામાં ન આવતા મહિલાઓને ક્ષોભજનક સ્થિતમાં મુકાવવું પડતું હતું. જે અંગે આજકાલના અહેવાલ બાદ કર્ટેઇન ફીટીંગની કામગીરી શ કરવામાં આવી હતી. ત્યારે તાત્કાલિક અસરથી બંને વિભાગમાં કમિશનની કટકીની રાહ જોયા વગર કર્ટેઇન ફિટ કરી દર્દીઓની સુવિધામાં વધારો કરવામાં આવે એવી બંને વિભાગમાં સારવાર લઇ રહેલા દર્દીઓની માગ છે
૩૬૫ દિવસ બેડ ઉપર પાણી ટપકતાં ઇલેકિટ્રક પેનલમાં શોટ સર્કિટની ભીતિ
એમઆઇસીયુ વોર્ડમાં એક સાઈડમાં સિલિંગમાંથી બારે માસ દીવાલમાં ભેજ આવતો હોવાથી આખી ઇલેકિટ્રક પેનલમાં આ પાણી ઉતરી રહ્યું છે જેના કારણે શોર્ટ સર્કિટ થવાની ભીતિથી બેડનો ઉપયોગ પણ થઇ શકતો નથી. આ બાબતે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં સિવિલનું નઘરોળ તત્રં ઉકેલ લાવી શકયું નથી ત્યારે શોર્ટ સર્કિટના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાયા બાદ હોસ્પિટલ તત્રં ઘોડા છૂટા બાદ તબેલાને તાળા મારવા દોડશે તેવું લાગી રહ્યું છે. તો સિવિલ સુપ્રિટેન્ડેન્ટ પણ ઓપીડી બિલ્ડિંગની બહાર નીકળી પીએમએસએસવાય બ્લોકમાં પણ આટો મારે તો કેટલીક સમસ્યા છે એ જાણી શકાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech