રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ક્રમશ: થતા સુધારા નરી આંખે જોવા મળી રહ્યા છે આ વચ્ચે વધુ એક સુધારા સાથે પારદર્શક સિસ્ટમ બની છે. ઝનાનામાં નસગ કર્મચારીએ સરકારના ખર્ચે પોતાના અને પરિવારના રિપોર્ટ એમઓયુ કરવામાં આવેલી એજિલશ લેબમાં કરાવી લીધાનો ભાંડાફોડ આજકાલ દ્રારા કરવામાં આવતા ફરીથી આવા બનાવ ન બને તેની ગંભીરતાને ધ્યાનમાં લઈ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્રારા સિસ્ટમ બનાવવામાં આવી છે. હવેથી કોઈ પણ ડોકટર દર્દીઓને એજિલશ લેબના ફોર્મમાં ટેસ્ટ માટેનું લખી રિપોર્ટ કરાવવા સીધા નહિ મોકલી શકે, હોસ્પિટલની લેબમાં રિપોર્ટ થાય છે કે નહીં તેની પહેલા સિસ્ટમ મારફતે તપાસ કરવાની રહેશે માઈક્રોબાયોલોજી વિભાગ જો ના પાડે કે આ રિપોર્ટ અહીં શકય નથી તો જ બહાર કરવા માટે મોકલી શકાશે. આ અંગે તમામ વિભાગના વડા સહિતને જાણ કરતો પરિપત્ર પણ કરવામાં આવ્યો છે.
આ અંગેની વિગતો મુજબ સિવિલ હોસ્પિટલની માઈક્રોબાયોલોજી લેબમાં દર્દીઓના ચોક્કસ નિદાન માટે કેટલાક ડાયોસ્ટિક થતા ન હોવાથી વર્ષ ૨૦૧૭–૧૮થી એમઓયુ કરી એકસટેન્સન આપીને ચલાવાતી એજિલશ લેબમાં ઝનાનામાંથી જેએસએસકે યોજના હેઠળ સેમ્પલ મોકલી રિપોર્ટ કરાવવામાં આવે છે અને તેનું મહિને દોઢ થી બે લાખનું બિલ આરકેએસ માંથી ચુકવવામાં આવે છે. જયારે પીડીયુંમાં દર્દીઓને ઇન્વિસ્ટિગેટની જર પડે તો વોર્ડમાં ફરજ બજાવતા રેસિડેન્ટ ડોકટર એજિલશ લેબના ફોર્મમાં જરી ટેસ્ટ લખી આપી દર્દીના સ્વજનને સેમ્પલ લઇ લેબમાં મોકલે છે. જેના પૈસા દર્દીએ ચૂકવવાના હોઈ છે. આવા કેસમાં હોસ્પિટલમાં રિપોર્ટ થતા હોઈ એવા કેટલાક રિપોર્ટ પણ બહાર કરાવવામાં આવતા હોઈ અને જેટલા વધુ રિપોર્ટ એટલું વધુ ખાનગી કમિશન તબીબને મળતું હોવાની શકયતા નકારી શકાતી નહતી આ અંગેના ક્રમશ: અહેવાલ આજકાલ દ્રારા પ્રસિધ્ધ કરવામાં આવતા અંતે સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયાએ નવી સિસ્ટમ ઉભી કરી છે જેમાં હવેથી વોર્ડના ડોકટર દર્દીના રિપોર્ટ કરવા માટે સ્વજનને ખાનગી લેબમાં નહીં મોકલી શકે, આ પહેલા રેસિડેન્ટએ એસો.પ્રોફેસરની સહી–સ્ટેમ્પ કરાવાની રહેશે અને સિવિલની લેબમાં સેમ્પલ મોકલવું પડેશે. લેબના એસો.પ્રોફેસર રિપોર્ટ નહીં થતો હોઈ તો ફોર્મમાં સ્ટેમ્પ અને સહી કરી બાદમાં જ સ્વજનને ખાનગી લેબમાં કરાવવા માટે મોકલી શકશે. ટ્રાન્સપરન્ટ સિસ્ટમથી હવે સિવિલના તબીબો દ્રારા આડેધડ ખાનગી લેબમાં કરાવવામાં આવતા ટેસ્ટ સહિતની બાબતો ઉપર અંકુશ આવશે એ ચોક્કસ માનવું રહ્યું છે.
લેબના બિલમાં પણ પારદર્શક સિસ્ટમ
જે દિવસે એજિલશ લેબમાં રિપોર્ટ થયા હશે તેનું બિલ આવતા આ બિલ હોસ્પિટલની લેબના અચઓડી પાસે મોકલી કરવામાં આવેલા ડાયોસ્ટિક વેરીફાઈ કરવામાં આવશે, જે બાદ બિલ આરએમઓમાં ચેક કરવામાં માટે મોકલાશે અને ત્યાર બાદ સુપ્રિન્ટેન્ડેન્ટ સહી કરી બિલની ચૂકવણી કરવા માટે આદેશ કરશે. આમ હવે ખાનગી લેબ કે ડોકટર વચ્ચેની સાઠગાંઠ પણ થઇ શકશે નહીં.
અમલવારી કરવા વિભાગના વડાને જણાવાયું છે
સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.મોનાલી માકડીયા અને એડી.સુપ્રિ.ડો.કયાડાએ સંયુકત જણાવ્યું હતું કે, સિવિલની લેબમાં રિપોર્ટ નહીં થતા હોઈ અને જર લાગે એજ બહાર કરાવવા માટે મોકલાશે એ મોકલતા પહેલા પણ એક આખી પ્રોસેસ પુરી કરવાની રહેશે. એ જ રીતે બિલના ચુકવણામાં આખી સિસ્ટમ ગોઠવવામાં આવી છે. જેના કારણે દર્દીઓને હેરાનગતિ ઓછી અને સરકાર પૈસાનો ખોટો વ્યય પણ નહીં થાય. આ સિસ્ટમની અમલવારી શ કરી દેવા માટે તમામ વિભાગના વડાઓને પણ પરિપત્ર જાહેર કરી જાણ કરવામાં આવી હોવાનું ઉમેયુ હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech