સ્ટોક માટે કૃત્રિમ માંગ ઉભી કરવા માટે ઓર્ડર સ્પૂફિંગ કરનાર રાજકોટના પટેલ વેલ્થ સ્ટોક બ્રોકર અને તેના સહયોગીઓને સેબી દ્રારા ૩.૨૨ કરોડ રૂપિયાથી વધુ ગેરકાયદેસર નફો પરત કરવા માટે કહેવામાં આવ્યું છે અને પટેલ વેલ્થ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડને તેના માલિકીના ખાતામાંથી સિક્યોરિટીઝ માર્કેટમાં પ્રવેશ કરવાથી રોકી દેવામાં આવી છે, તથા તેના ડિરેકટરો, ડેનિશ મહેશભાઈ પટેલ, મિતુલ ઉમેદલાલ વોરા, કૌશલ વસંતરાય પટેલ અને મિનિષ મહેશભાઈ પટેલને બજારમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે તેમ મની કન્ટ્રોલ અને ઇકોનોમિક ટાઈમ્સના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.
કયારેક દિવસમાં ઘણી વખત ૬૨૧ સ્પૂફિંગના કિસ્સાઓ બન્યા
૨૮ એપ્રિલના રોજ જારી કરાયેલા એક આદેશમાં, સિક્યોરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) એ જણાવ્યું હતું કે, તપાસ અધિકારીઓએ અગાઉ વૈશ્વિક બજારોમાં ઉપયોગમાં લેવાતી યુકિતનો પર્દાફાશ કર્યો છે, પરંતુ ભારતમાં આટલા મોટાપાયે પહેલી વાર જોવા મળ્યો છે. અગાઉનો કેસ ૨૦૨૩માં નિમી એન્ટરપ્રાઇઝ નામની ભાગીદારી પેઢી સાથે પકડાયો હતો. પરંતુ તે સ્પૂફિંગ પ્રવૃત્તિ આઠ મહિના સુધી રોકડ સેગમેન્ટ સુધી મર્યાદિત હતી, ત્યારે પટેલ વેલ્થ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડને લગતા હાલના કેસમાં રોકડ અને ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ બંનેનો સમાવેશ થાય છે અને તે ત્રણ વર્ષથી વધુ સમય સુધી કરવામાં આવ્યું હતું. નિયમનકારની પટેલ વેલ્થની તપાસમાં ૨૯૨ સ્ક્રિપ–દિવસમાં ૧૭૩ સ્ક્રિપ્સમાં આવી પ્રવૃત્તિનો પર્દાફાશ થયો હતો, કયારેક દિવસમાં ઘણી વખત ૬૨૧ સ્પૂફિંગના કિસ્સાઓ બન્યા હતા
જે તે સ્ટોક ખરીદવા લલચાય છે
સ્પૂફિંગમાં મોટા, આભાસી ઓર્ડર આપવાનો સમાવેશ થાય છે. જે માંગની ખોટી છાપ બનાવવા માટે મુકવામાં આવે છે અને બજાર ભાવથી ઘણા નીચે હોય છે. આ ઓર્ડર અમલમાં મૂકવા માટે નથી. પરંતુ રોકાણકારોને લલચાવવા માટે છે, જેઓ તેમને વાસ્તવિક માંગ તરીકે જુએ છે, અને જે તે સ્ટોક ખરીદવા લલચાય છે. ઓર્ડરમાં, સેબીના પૂર્ણ–સમયના સભ્ય કમલેશ વાષ્ર્ણેયે ઓર્ડર સ્પૂફિંગનું બાબતે જણાવ્યું હતું કે, ઓર્ડર સ્પૂફિંગ એ એક પ્રકારની હેરફેરવાળી ટ્રેડિંગ પ્રવૃત્તિ છે, જેમાં બિડ અથવા આસ્ક ઓર્ડર મૂકવાનો સમાવેશ થાય છે,
સ્પૂફર બુકની વિરૂદ્ધ બાજુએ ટ્રેડ કરે છે જેનાથી ગેરકાયદેસર નફો થાય છે.
જેનો હેતુ એકિઝકયુશન પહેલાં ઉપરોકત ઓર્ડર રદ કરવાનો હોય છે, યારે બુકની વિદ્ધ બાજુએ એક સાથે ટ્રેડસ એકિઝકયુટ કરવામાં આવે છે. જે બાજુ (એટલે કે ખરીદો અથવા વેચો) પર આવા મોટા ઓર્ડર મૂકવામાં આવે છે અને રદ કરવામાં આવે છે તેને સ્પૂફ બાજુ કહેવામાં આવે છે અને આ પ્રકારની પ્રવૃત્તિમાં સામેલ શંકાસ્પદ વેપારીને સ્પૂફર કહેવામાં આવે છે.એક સ્પૂફર બજાર ભાવથી ઘણા દૂર ભાવે મોટા ઓર્ડર મૂકીને માંગ અથવા પુરવઠાની ખોટી ભાવના બનાવીને ઓર્ડર બુકમાં હેરફેર કરે છે. ઓર્ડર બુકની એક બાજુએ આવા મોટા ઓર્ડર બુકમાં અસમપ્રમાણતા બનાવે છે, જેનાથી અન્ય બજાર સહભાગીઓને વેપાર કરવા માટે પ્રભાવિત થાય છે. યારે આવા ટ્રેડિંગથી સ્ક્રિપના ભાવમાં ગતિ થાય છે, ત્યારે સ્પૂફર બુકની વિરૂદ્ધ બાજુએ ટ્રેડ કરે છે જેનાથી ગેરકાયદેસર નફો થાય છે.
પટેલ વેલ્થનું કૃત્ય કપટપૂર્ણ: વાષ્ર્ણેય
વચગાળાનો આદેશ પસાર કરવાની જરિરૂયાત પર, સેબીના પૂર્ણ–સમયના સભ્ય કમલેશ વાષ્ર્ણેયે ખરીદ અને વેચાણ બંને બાજુ પટેલ વેલ્થ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડના વારંવારના કિસ્સાઓનો ઉલ્લેખ કર્યો. વશ્ર્નેએ નોંધ્યું, પટેલ વેલ્થ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ ને બજારમાં તેની છેતરપિંડી પ્રવૃત્તિઓ ચાલુ રાખવા દેવાથી સિક્યોરિટીઝ માર્કેટની અખંડિતતા ગંભીર રીતે ખતમ થશે અને રોકાણકારોના હિતને નુકસાન થશે. તેમણે ઉમેયુ, ઓર્ડર સ્પૂફિંગ એ પટેલ વેલ્થ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્રારા ઉપયોગમાં લેવાતી ચાલાકી એક કપટપૂર્ણ અને અન્યાયી વેપાર પ્રથા છે જેનો ઉપયોગ અન્ય બજાર સહભાગીઓને છેતરવા અને ભાવમાં થતી વધઘટથી નફો મેળવવા માટે કરવામાં આવે છે, જેનાથી તેઓ બજારમાં બેદરકાર રોકાણકારોને પ્રેરિત કરે છે. આ પ્રથા બજારના ભાવને વિકૃત કરે છે અને બજારની કાર્યક્ષમતાને નબળી પાડે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech