જામનગર હંગામી બસ સ્ટેન્ડમાં આકરા તાપમાં પતરાંમાં તપતા મુસાફરો, કર્મચારીઓ

  • May 15, 2025 12:38 PM 


જામનગરનું હંગામી એસટી ડેપો ૧૭ માર્ચે તબદીલ થયા ત્યારથી જ મુસાફરો,કર્મચારીઓ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.એક તરફ કાળઝાળ ગરમી નાની જગ્યામાં હકડેઠઠ મુસાફરો અને ચારેતરફ પતરાંને લીધે મુસાફરો અને મઢુલી જેવી કચેરીમાં કર્મચારીઓ બટેટાની જેમ બફાઈ રહ્યા છે.આ બાબતે જામનગર એસટી ડેપોના મેનેજરે એસટી વિભાગના સીવીલ એન્જિનિયરને પત્ર પાઠવીને રજુઆત કરી છે.


વિસ્તૃત રીતે પત્રમાં જણાવ્યું છે કે

જામનગર કેન્દ્ર ખાતેનું સંચાલન ૧૭,૦૩,૨૦૨૫ ના રોજથી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે તબદીલ થઈ ગયેલ પરંતુ બસ સ્ટેન્ડ મુસાફરો અને વિધાર્થીઓ માટે ખુબ જ સાંકળુ બનેલ હોય તે ઉપરાંત બસ સ્ટેન્ડ પણ પ્રમાણે ટૂંકુ હોવાથી તેમજ ઓફિસો પણ ખુબ નાની હોવાથી અંદર ઓફીસ ને સલગ્ન કામગીરીઓ કરતા કર્મચારીઓ ને ઉપર લાગેલ પતરા ના કારણે ખુબ જ ગરમી થતી હોય છે તથા ગરમ વરાળો લાગે છે.
​​​​​​​

જે અંગે ઓફિસોની દિવાલ ઉપર તથા પતરાની જગ્યા ખાતે જરૂરી ચકાશણી કરાવીને થર્મોકોલ શીટ અથવા હિટ રેસિસ્ટન્સ મેટીરીયલ લગાડી આપવામાં આવે તો સતત કામગીરી કરતા કર્મચારીઓ અને રેસ્ટ રૂમમાં સુતા ડ્રાઈવર કંડકટરોને રાહત થઈ શકે આ બાબતે ઘટતી કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application