ખ્યાતિ હોસ્પિટલમાં સારવારના નામે વેપલો થઈ રહ્યો હતો તે વાત હવે છૂપી નથી રહી, ત્યારે સરકાર ભલે કડક કાર્યવાહીનો દેખાડો કરે પણ સમગ્ર પ્રકરણમાં ઠંડુ પાણી રેડાઈ જશે તે વાત નક્કી છે. ચર્ચા એવી છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં ઉત્તર ગુજરાતના ભાજપના એક મોટા ગજાના નેતાની જ ભાગીદારી છે પરિણામે પિડીતોને ન્યાય મળે તે વાત પર શંકા ઉભી થઇ છે.
નાણાંની લાલચે બે દર્દીઓના જીવ લેનાર ખ્યાતિ હોસ્પિટલના સંચાલકોના માથે રાજકીય આકાઓના આશીર્વાદ રહ્યાં છે તે જગજાહેર છે. હોસ્પિટલના માલિક કાર્તિક પટેલે કન્ટ્રકશન વ્યવસાયમાં જ નહીં, શિક્ષણ અને મેડિકલ વ્યવસાયમાં પણ હાથ અજમાવ્યો છે. કાર્તિક પટેલના ભાજપના ટોપના નેતાઓ સાથે નજીકનો સંબધં રહ્યો છે. ફેસબુક પેજ પર ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને ભાજપના નેતાઓ સાથેની તસવીરો હાજર છે.
મેડિકલ વ્યસાયિકોમાં ચર્ચા છે કે, ખ્યાતિ હોસ્પિટલમાં ઉત્તર ગુજરાતના એક ભાજપના નેતાની જ ભાગીદારી છે. આ જોતાં ખ્યાતિ હોસ્પિટલના માલિક– ડિરેકટરોને ઉની આચં નહીં આવે. પોલીસ ફરિયાદ પણ એવી રીતે નોધવામાં આવશે કે ભવિષ્યમાં છટકબારી શોધી શકાય. આ અગાઉ પણ હોસ્પિટલમાં અિકાંડની ઘટના બની છે, જેમાં પણ દાખલો બેસે તેવી કોઈ કાર્યવાહી થઈ શકી નથી.
અમદાવાદના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલે પીએમ જે વાયમાં નાણા પડાવવા માટે સગાની જાણ બહાર બારોબાર દર્દીઓની જિંદગી સાથે કરેલા ચેડાને લઈને બહાર આવેલી ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. ગઈકાલે આ મુદ્દે પાંચની ધરપકડ કરવામાં આવી છે ભારતીય ન્યાય સંહિતાના વિવિધ કલમો હેઠળ ગંભીર ગુના નોંધવામાં આવ્યા છે. આ બનાવના પગલે હવે રાયભરમાં પીએમજેએવાય માટે માર્ગદર્શિકા લાગુ કરનાર છે.
અમદાવાદની કુખ્યાત બનેલી ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલી ખતરનાક ઘટનાને મુદ્દે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષ સ્થાને ગઈકાલે સમીક્ષા બેઠક મળી હતી. જેમાં સરકાર દ્રારા જૂનો રાગ આલાપતા કહેવાાયું હતું કે, આ ઘટનામાં જવાબદાર કોઈને પણ છોડવામાં નહીં આવે. આ હોસ્પિટલના માલિક, સંચાલકો, તબીબો સહિતના લોકો વિદ્ધ રાય સરકાર દ્રારા કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે. જોકે, બપોરે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્રિવેદીએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં બનેલી દુ:ખદ ઘટનાની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. તેને, પીએમજેએવાય–મા યોજનાની માર્ગદર્શિકા અનુસાર કાયમીપણે બ્લેક લિસ્ટ કરાઇ છે એટલે હવે આ હોસ્પિટલ કયારેય એમ્પેનલ્ડ થઈ શકશે નહીં, તેને પોતાની રીતે હોસ્પિટલ ચલાવવી પડશે. આ ઉપરાંત ડોકટર કાર્તિક પટેલ સહિત પાંચ લોકો સામે સદોષ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. એવી જ રીતે ખ્યાતિ હોસ્પિટલ સાથે જોડાયેલા ડોકટરો હવે, રાયની અન્ય હોસ્પિટલમાં માન્ય ડોકટર તરીકે કામ નહીં કરી શકે. આ હોસ્પિટલના માલિક અને એમ્પેન્લમેન્ટ ડોકટર વિદ્ધ ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૧૧૦, ૧૦૫, ૩૩૬, ૩૧૮,૬૧ સહિતની અન્ય કલમો અંતર્ગત સરકાર દ્રારા પોલીસ ફરિયાદ દાખલ કરી દેવામાં આવી છે આ ઉપરાંત કડી પોલીસ સ્ટેશનમાં બે એફઆઇઆર પણ નોંધાય છે. ખ્યાતિ હોસ્પિટલમાં કાર્ડિયક સારવાર દરમ્યાન ખોટી રીતે એન્જિયોપ્લાસ્ટી કરી દેવાતા ૨ જણાનાં મોત થયા હતા ત્યારબાદ રાય સરકારે, ૧૨મી નવેમ્બરે યુ.એન.મહેતાના કાર્ડિયોલોજીસ્ટ, સોલા સિવિલ હોસ્પિટલના તજજ્ઞો, પીએમજેએવાય મા યોજના હેઠળની એસએએફયુ (સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ)ના તપાસ સમિતિની રચના કરી હતી. આ સમિતિએ ખ્યાતિ હોસ્પિટલની મુલાકાત લીધા બાદ જે ક્ષતિઓ જણાઇ તે અંગેનો એક રિપોર્ટ આરોગ્ય વિભાગને રજૂ કર્યેા છે. જેમાં પ્રારંભિક તબક્કે એવું જાણવા મળ્યું છે કે, ખ્યાતિ હોસ્પિટલની ટીમ દ્રારા મહેસાણા જિલ્લ ાના કડી તાલુકાના બાલીસણા ગામે આરોગ્ય કેમ્પ કરીને ૧૯ જણાને અમદાવાદ સ્થિત હોસ્પિટલ ખાતે સર્જરી માટે લાવવામાં આવ્યા હતા. જેમાંથી ૧૯ દર્દીઓની એન્જિયોગ્રાફી અને તેમાંથી ૭ દર્દીઓની એન્જિયોપ્લાસ્ટી કરાઇ હતી. આ પૈકી ૨ દર્દીનું મૃત્યુ નિપયું હતું.
આરોગ્ય કમિશનરને રિપોર્ટ સોંપાશે
ખ્યાતિ હોસ્પિટલ દ્રારા કડી ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરી દર્દીઓને હૃદયની સારવાર માટે અમદાવાદ લવાયા હતાં. જયાં બે દર્દીઓના મોત થતાં સગાસબંધીઓએ હોબાળો મચાવ્યો હતો. સાથે જ હોસ્પિટલમાં તોડફોડ મચાવી હતી. આ પ્રકરણમાં આરોગ્ય વિભાગે તપાસના આદેશ કયા છે. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે, પ્રાથમિક તબક્કે દર્દીઓની સારવારના નામે પૈસા પડાવવાનું કૌભાંડ કયુ હોય તેવુ લાગી રહ્યુ છે. આ જોતાં હોસ્પિટલનું બાકી પેમેન્ટ રોકી દેવામાં આવ્યું છે. બીજુ કે, નિષ્ણાંતોની ટીમના રિપોર્ટ બાદ આરોગ્ય કમિશનરના વડપણ હેઠળ વઘુ નિર્ણય લેવામાં આવશે. આરોગ્ય વિભાગે એ દિશામાં પણ વિચારણા કરી છે.
કડી પોલીસ સ્ટેશનમાં પાંચ વિરૂદ્ધ બે એફઆઇઆર દાખલ
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પાંચ વિદ્ધ કડી ખાતે બે એફઆઇઆર નોંધવામાં આવી છે જેમાં મૃતક નાગરભાઈ સેનવાના પુત્ર પ્રવીણભાઈ કડીમાં ફરિયાદ નોંધાવી છે જેમાં તબીબો અને સંચાલકોએ વેન્ટિલેટર યોગ્ય રીતે લગાવ્યું ન હતું અને સ્ટાફ પણ હાજર રહ્યો ન હતો યારે મૃતક મહેશભાઈના ભત્રીજા જયરામ બારોટ એ ફરિયાદમાં ઉલ્લ ેખ કર્યેા છે કે મહેશભાઈ એન્જોપ્લાસ્ટિક કરાવતા દરમિયાન શ્વાસ ચડતા તેમનું મોત થયું હતું તમામ સામે કડીમાં સાઅપરાધ માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમની સામે ગુનો નોંાધાયો છે. તેમાં ડો.પ્રશાંત વજીરાણી ઓપરેશન કરનાર. ડો. કાર્તિક પટેલ હોસ્પિટલના ડાયરેકટર. ચિરાગ રાજપૂત હોસ્પિટલના સીઈઓ. ડો.સંજય પટેલિયા, રાજશ્રી કોઠારીનો સમાવેશ થાય છે
મેડિકલ કાઉન્સિલે હોસ્પિટલ પાસેથી ખુલાસો માગ્યો
ખ્યાતિ હોસ્પિટલમાં ૨ દર્દીઓના મોત બાદ કાર્યવાહીનો ધમધમાટ શ થયો છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલે હોસ્પિટલ પાસેથી ખુલાસો માંગ્યો છે. આ હોસ્પિટલમાં દાખલ દર્દીઓના ડોકયુમેન્ટ માંગવામાં આવ્યા છે. નોંધણી, રજિસ્ટ્રેશન ડીડ, માલિકના નામની તપાસ તેમજ સી ફોર્મ અને હોસ્પિટલના ડોકટર્સના સર્ટિફિકેટ માંગ્યા છે. ૭ દિવસમાં તમામ પુરાવાઓ મોકલવાના રહેશે, તેવી સૂચના ગુજરાત મેડિકલ કાઉન્સિલે કરી છે.આરોગ્ય કચેરીની પરમિશન લીધા વગર કેમ્પ યોયો હતો
ખ્યાતિ હોસ્પિટલ દ્રારા તાલુકા આરોગ્ય કચેરીની પરમિશન લીધા વગર કેમ્પ યોજાયો હતો. કોઈપણ આરોગ્ય કેમ્પ યોજવો હોય તો તાલુકા હેલ્થ ઓફિસની કચેરીએ પરમિશન લેવાની હોય છે ત્યારે હવે આ હોસ્પિટલ દ્રારા કોઈપણ પરમિશન લેવામાં આવી ન હતી. તાલુકા હેલ્થ ઓફિસ કડીની ટીમ બોરીસણા ગામે પહોંચી તપાસ કરી રિપોર્ટ સબમિટ કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech