પેરિસમાં ઓલિમ્પિક્સ બાદ હવે પેરાલિમ્પિક્સ શરૂ થઈ રહી છે. પેરાલિમ્પિક ગેમ્સ આજથી (28 ઓગસ્ટ)થી શરૂ થશે. આ ગેમ્સ 8મી સપ્ટેમ્બર સુધી રમાશે. આ વખતે પેરાલિમ્પિક્સમાં વિશ્વભરમાંથી 4,400 એથ્લેટ ભાગ લેશે, જેમાંથી 84 ભારતીય હશે. ભારતીય ખેલાડીઓ 12 રમતોમાં ભાગ લેશે. એકંદરે, પેરિસ પેરાલિમ્પિક્સમાં 22 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પેરાલિમ્પિક્સનો ઉદ્ઘાટન સમારોહ 28 ઓગસ્ટે એટલે કે આજે યોજાશે. ભારતીય સમય અનુસાર, ઉદઘાટન સમારોહ રાત્રે 11:30 વાગ્યે શરૂ થશે. ઉદ્ઘાટન સમારોહ પ્લેસ ડે લા કોનકોર્ડ અને ચેમ્પ્સ-એલિસીસ ખાતે યોજાશે. નોંધનીય બાબત એ છે કે 28મી ઓગસ્ટે માત્ર ઓપનિંગ સેરેમની જ જોવા મળશે, જ્યારે ભારતીય એથ્લેટ્સ 29મી ઓગસ્ટથી (ભારતીય સમય મુજબ) એક્શનમાં જોવા મળશે. પેરાલિમ્પિક્સ એ વિકલાંગ એથ્લેટ્સ માટે વિશ્વ સમક્ષ તેમની પ્રતિભા દર્શાવવાનું સૌથી મોટું પ્લેટફોર્મ છે.
આ 12 રમતોમાં ભારતીય ખેલાડીઓ ભાગ લેશે
કુલ 84 ભારતીય રમતવીરો પેરા તીરંદાજી, પેરા એથ્લેટિક્સ, પેરા બેડમિન્ટન, પેરા કેનો, પેરા સાયકલિંગ, પેરા જુડો, પેરા પાવરલિફ્ટિંગ, પેરા રોઈંગ, પેરા શૂટિંગ, પેરા સ્વિમિંગ, પેરા ટેબલ ટેનિસ અને પેરા તાઈકાંડો સહિત કુલ 12 રમતોમાં ભા
ગ લેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech