ભારતીય રેસવોક એથ્લેટ પ્રિયંકા ગોસ્વામીને સોશિયલ મીડિયા પર ભારે ટ્રોલ કરવામાં આવી રહી છે. ગયા અઠવાડિયે ગુરુવારે પ્રિયંકાએ મહિલાઓની 20 કિમીની રેસવોકમાં ભાગ લીધો હતો. જેમાં તે 41મા ક્રમે રહી હતી. આ દરમિયાન તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તે એરકન્ડિશન્ડ રૂમમાં એન્જોય કરતી જોવા મળી હતી. તે વીડિયોમાં પ્રિયંકાએ પહેલા એસી ચાલુ કર્યું અને પછી પથારીમાં જઈને સૂઈ ગઈ. લોકો દ્વારા ટ્રોલ થવાને કારણે પ્રિયંકાએ આ વીડિયો ક્લિપ ડિલીટ કરવી પડી હતી પરંતુ તે સોશિયલ મીડિયા પર હજુ પણ ઉપલબ્ધ છે.
પ્રિયંકાએ 20 કિમીની રેસવોક 1:39:55 કલાકમાં પૂરી કરી હતી. જ્યારે ગોલ્ડ મેડલ વિજેતા ચીનની એથ્લેટે 1:25:54 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. લગભગ 14 મિનિટનો તફાવત દર્શાવે છે કે પ્રિયંકાનું પ્રદર્શન સામાન્ય હતું. જ્યારે તેણે એસી રૂમમાં સૂવાની રીલ બનાવવાનો વીડિયો શેર કર્યો. ત્યારે લોકોએ તેને ટ્રોલ કરી અને કહ્યું કે પ્રિયંકાએ રીલ બનાવવા કરતાં તેના પરફોર્મન્સને સુધારવા પર વધુ ધ્યાન આપવું જોઈએ.
આ ભારતીય એથ્લેટની ટીકા કરતા એક પ્રશંસકે કહ્યું કે 43 એથ્લેટમાંથી 41મા નંબર પર આવવું એ વખાણ કરવા યોગ્ય નથી. પ્રિયંકા સ્વિટ્ઝર્લેન્ડમાં ત્રનીંગ લે છે અને ભારતીય રેલવેમાં કામ કરે છે. આ પ્રશંસકનો ગુસ્સો એટલો હતો કે તેણે પ્રિયંકાને કહી દીધું કે તે લોકોએ ભરેલા ટેક્સના પૈસામાંથી ટ્રેનિંગ લઇ રહી છે.
બીજી તરફ પ્રિયંકાના સમર્થનમાં કેટલાક લોકો સામે પણ આવ્યા છે. ઘણા ચાહકોનું કહેવું છે કે પ્રિયંકા મહિલાઓની 20 કિમી રેસવોકમાં ક્વોલિફાય થનારી એકમાત્ર ભારતીય એથ્લેટ હતી, જેના માટે તેણીની પ્રશંસા થવી જોઈએ. પ્રિયંકા 2022 કોમનવેલ્થ ગેમ્સમાં આ રમતમાં સિલ્વર મેડલ વિજેતા હતી પરંતુ પેરિસ ઓલિમ્પિકમાં તેને ખાલી હાથે ઘરે પરત ફરવું પડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech