પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસ આજે પંચતત્વમાં વિલીન થશે. તેમના અંતિમ સંસ્કાર મુંબઈના વરલી ખાતેના હિન્દુ સ્મશાનગૃહમાં બપોરે ૩ થી ૫ દરમિયાન કરવામાં આવશે. ગઈકાલે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેમનું આકસ્મિક નિધન તેમના ચાહકો અને લાખો શુભેચ્છકો માટે આઘાતથી ઓછું ન હતું. પંકજ ઉધાસની પુત્રી નયાબ ઉધાસે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને પિતાની અંતિમ યાત્રા વિશે માહિતી આપી છે. ૧૦ દિવસ પહેલા શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. યાં ગઈકાલે સવારે ૧૧ વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
પંકજ ઉધાસના નિધનના સમાચાર મળતા જ સંગીતની દુનિયામાં માતમ છવાયો છે. પંકજ જેવા ગઝલ ગાયકનું આવી રીતે દુનિયા છોડીને જવું ફેન્સ માટે આંચકાજનક સાબિત થયું છે. ફેન્સ સોશિયલ મીડિયા પર સિંગરને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
વડાપ્રધાન મોદીએ આપી શ્રદ્ધાંજલિ
વડાપ્રધાન મોદીએ પંકજ ઉધાસને શ્રદ્ધાંજલિ આપી છે. વડાપ્રધાન મોદીએ એકસ' પર લખ્યું કે, અમે પંકજ ઉધાસજીના નિધન પર દુ:ખ વ્યકત કરીએ છીએ, જેમના ગાવાની રીત અનેક પ્રકારની ભાવનાઓને વ્યકત કરતી હતી અને જેમની ગઝલો સીધા આત્માથી વાત કરતી હતી. તેઓ ભારતીય સંગીતના એક પ્રકાશ સ્તભં હતા, જેમની ધૂનો પેઢીઓથી ચાલી આવી રહી હતી. મને ગત વર્ષેામાં થયેલી કેટલીક વાતો યાદ છે. તેમના જવાથી સંગીત જગતમાં એક ખાલીપણું આવી ગયું છે, જેને કયારે નહીં ભરી શકાય.
દરેક શો પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરતા
જોકે પંકજ ઉધાસે અનૂપ જલોટા અને જગજીત સિંહ જેવા ઘણા ધાર્મિક ગીતો ગાયા નથી પરંતુ પંકજ ખૂબ જ ધાર્મિક વ્યકિત હતા. એક ઈન્ટરવ્યુમાં પંકજે કહ્યું હતું કે તે દરેક શો શ કરતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરે છે અને તે પછી જ તે સ્ટેજ પર જાય છે અને ગાવાનું શરૂ કરે છે.
શાળામાં પ્રથમ ગીત માટે રૂા. ૫૧ મળ્યા હતા
પંકજે કયારેય વિચાયુ ન હતું કે તે સિંગિંગમાં કરિયર બનાવશે. એ દિવસોમાં ભારત–ચીન યુદ્ધ ચાલી રહ્યું હતું. આ દરમિયાન લતા મંગેશકરનું ગીત 'એ મેરે વતન કે લોગોં' રિલીઝ થયું હતું. પંકજે કહ્યું, હે મારા દેશના લોકો. તેમના ગીતથી લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. એક શ્રોતાએ તેને ઈનામ તરીકે ૫૧ પિયા આપ્યા. ગાયકીમાંથી આ તેની પ્રથમ કમાણી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMએડવેન્ચર એક્ટીવીટી કરવાનો શોખ હોય તો જાણો બંજી જમ્પિંગ માટે ભારતના આ 5 સ્થળો વિષે
May 19, 2025 04:56 PMપોરબંદરમાં એક્રેલિક કલર નું લાઈવ ડેમોસ્ટ્રેશન યોજાયું
May 19, 2025 04:55 PMસિલ્કની સાડી અને સુટ ધોતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ચમક રહેશે નવા જેવી જ
May 19, 2025 04:50 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech