ખાધપદાર્થેામાં થતી ભેળસેળ રોકવાના હેતુથી તાજેતરમાં રાજકોટ મહાપાલિકા દ્રારા પેકિંગમાં વેંચાતા વિવિધ ખાધ પદાર્થેાના સેમ્પલ લઇ ફડ લેબોરેટરીમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાના સિનિયર ડેઝીેટેડ ફુડ ઓફિસર ડો.હાર્દિક બી.મેતાએ જણાવ્યું હતું કે તાજેતરમાં ફડ બ્રાન્ચ દ્રારા ફડ સેટી સ્ટાન્ડર્ડ એકટ–૨૦૦૬ હેઠળ કુલ ચાર સેમ્પલ લઇ લેબોરેટરી પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે જેમાં (૧) ડંકેન પનીર ડ્રાય ડેરી કન્ટેકસટ અનાલોગનું એક કિલો પેકિંગનું સેમ્પલ સ્થળ– ગુજરાત ફડઝ, શાક્રીનગર–૬ કોર્નર, હિમ્મતનગર મેઇન રોડ, શીતલ પાર્ક ચોકડી, ૧૫૦ ફટ રિંગ રોડ ખાતેથી લેવાયું હતું (૨) માર્વેલસ ડ્રાયફ્રટ કુકીઝનું ૨૦૦ ગ્રામ પેકિંગનું સેમ્પલ સ્થળ–માર્વેલસ બેકરી, ૨, રઘુવીર પાર્ક, પાટીદાર ચોક, સાધુ વાસવાણી રોડ ખાતેથી લેવાયું હતું. (૩) સોનેટ કાશ્મીરી ચીલી પાઉડર ૫૦૦ ગ્રામ પેકિંગમાંથી સોનેટ કાશ્મીરી ચીલી પાઉડર ૫૦૦ ગ્રામ પેકિંગનું સેમ્પલ સ્થળ–શ્રીનાથજી ટ્રેડર્સ, રાજનગર સોસાયટી, નાનમવા રોડ, સૂર્યમુખી હનુમાનજી પાસે, રાજકોટ ખાતેથી લેવામાં આવ્યું હતું. તેમણે ઉમેયુ હતું કે પરિક્ષણના અંતે ભેળસેળ હતી કે કેમ ? તે અંગેની વિગતો બહાર આવશે.
ઉપરોકત સેમ્પલિંગ ઉપરાંત સર્વેલન્સ ચેકિંગ દરમિયાન શહેરના મોરબી રોડ તથા ગંગોત્રી પાર્ક મેઇન રોડ ઉપર આવેલ ખાધચીજોનું વેચાણ કરતાં કુલ ૩૯ ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી જેમાં ૧૯ને ફડ લાઇસન્સ મેળવવા નોટિસ અપાઇ હતી તદઉપરાંત ફડ સેફટી વાન સાથે લઇ જઇને ખાધ ચીજોના કુલ ૩૪ સેમ્પલની વાનમાં સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાન પર અફઘાનિસ્તાને કર્યો હુમલો, BLAનો દાવો; બંને દેશો વચ્ચે યુદ્ધ શરૂ
May 29, 2025 07:44 PMગુજરાત સહિત સરહદી રાજ્યોમાં 31 મેના રોજ 'ઓપરેશન શીલ્ડ' મોકડ્રીલ યોજાશે
May 29, 2025 07:38 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech