પાકિસ્તાનમાં હિન્દુઓ સાથે થતા વર્તનને લગતો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વાઈરલ થયો છે. જેમાં પાકિસ્તાની મીડિયા ઉદ્યોગસાહસિક અને 'બાયોનિક ફિલ્મ્સ'ના માલિક સલમાન ફારૂક એક હિન્દુ યુવકને નિર્દયતાથી માર માર્યો હતો
આ ઘટના કરાચીના ઇત્તેહાદ વિસ્તારની
આ ઘટના કરાચીના ઇત્તેહાદ વિસ્તારની છે. અહીં એક હિન્દુ યુવક સુધીર તેની બહેન કલ્પના સાથે મોટરસાયકલ પર જઈ રહ્યો હતો, જે ધુન રાજ બ્યુટી પાર્લરમાં કામ કરે છે. કહેવામાં આવી રહ્યું છે કે સુધીરની બાઇક ભૂલથી સલમાન ફારૂકની કારને સ્પર્શી ગઈ. બસ પછી સલમાન ફારૂક ગુસ્સે ભરાયો અને સુધીરને બેરહેમીપૂર્વક મારવા લાગ્યો હતો
સુરક્ષા ગાર્ડ સુધીરને સતત થપ્પડ મારી રહ્યો છે
વાયરલ વીડિયોમાં જોવો મળ્યું કે સલમાન ફારૂક પોતે સુધીરનો હાથ પકડી રહ્યો છે અને તેની કારમાં બેઠેલા તેના અંગત સુરક્ષા ગાર્ડ સુધીરને સતત થપ્પડ મારી રહ્યા છે. વીડિયોમાં કલ્પના તેના ભાઈ માટે દયાની ભીખ માંગતી, હાથ જોડીને રડતી જોવા મળે છે. તે બોલી પણ રહી હતી કે કૃપા કરીને મારા ભાઈને ન મારો, પરંતુ સલમાન ફારૂક અને તેના રક્ષકો પર આની કોઈ અસર થઈ નહીં. કલ્પનાનું રડવું, બૂમો પાડવી અને વિનંતીઓ તેમને રોકી શકી નહીં.
ગીઝરી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી
ઘટનાના પ્રત્યક્ષદર્શી મુહમ્મદ સલીમની ફરિયાદના આધારે ગીઝરી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. જેમાં સલમાન ફારૂક અને તેના સાથીઓ સામે જાનથી મારી નાખવાની ધમકી, શારીરિક હુમલો, મહિલાની છેડતી અને મૌખિક દુર્વ્યવહાર જેવા ગંભીર આરોપો સામેલ છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પુષ્ટિ આપી કે ફારૂકની સોમવારે મોડીરાત્રે કરાચીમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની સાથે તેના સશસ્ત્ર સાથીઓને પણ અટકાયતમાં લેવામાં આવ્યા હતા.
શું પાકિસ્તાનમાં લઘુમતીઓ માટે કોઈ ન્યાય છે?
મળતી માહિતી મુજબ, કરાચીની એક કોર્ટે સલમાન ફારૂક અને અન્ય એક આરોપીને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થતાંની સાથે જ પાકિસ્તાનની અંદર અને બહારથી ભારે ટીકાઓ થવા લાગી. ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર, લોકો આ ઘટનાને માત્ર 'રોડ રેજ' જ નહીં પરંતુ તેને ધાર્મિક લઘુમતી હિન્દુ યુવક સામે લક્ષિત હિંસા તરીકે પણ જોઈ રહ્યા છે. ઘણા યુઝર્સે પ્રશ્ન ઉઠાવ્યો કે શું પાકિસ્તાનમાં લઘુમતીઓ માટે કોઈ ન્યાય છે? શું ફક્ત ધનિક અને શક્તિશાળી લોકો જ કાયદાથી ઉપર છે?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech