ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ સતત હેડલાઇન્સમાં રહે છે. ભારતીય ટીમે ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાની ના પાડી દીધી હતી. આઈસીસીએ બીસીસીઆઈના આ નિર્ણય અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને પણ મેઈલ પર જાણ કરી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી જ પોતાનું નામ પાછું ખેંચી શકે છે.
એક અહેવાલ મુજબ, ભારતે પાકિસ્તાનની યાત્રા કરવાનો ઇનકાર કર્યા પછી જો પાકિસ્તાન તેના હોસ્ટિંગ અધિકારો છીનવી લે તો પાકિસ્તાન આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી બોર્ડને કોઈપણ આઈીસી અથવા એશિયન ક્રિકેટ કાઉન્સિલ ઇવેન્ટમાં ભારત સાથે રમવાનું બધં કરવા કહી શકે છે યાં સુધી દેશો વચ્ચેના મુદ્દાઓનું સમાધાન ન થાય.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજન અંગે આઈસીસી પાસેથી સ્પષ્ટ્રતા માંગશે, એમ અહેવાલમાં જણાવાયું છે. તેમને માત્ર એટલું જ જણાવવામાં આવ્યું છે કે ભારત ટુર્નામેન્ટ માટે પ્રવાસ કરશે નહીં, પરંતુ હાઇબ્રિડ મોડલ પર કોઈ શબ્દ નથી. પીસીબીના વિશ્વસનીય સૂત્રએ જણાવ્યું હતું કે, ચેમ્પિયન્સ ટ્રોફીને હાઇબ્રિડ મોડલ સિસ્ટમ પર યોજવા અંગે હાલમાં કોઈ ચર્ચા નથી.
ગયા વર્ષે એશિયા કપ દરમિયાન હાઇબ્રિડ મોડલ અપનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ભારતની મેચો શ્રીલંકામાં યોજાઈ હતી યારે અન્ય મેચો પાકિસ્તાનમાં રમાઈ હતી. તમને જણાવી દઈએ કે ચેમ્પિયન્સ ટ્રોફી ૧૯ ફેબ્રુઆરીથી શ થશે.
ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ૯ માર્ચે રમાશે. ટૂર્નામેન્ટની તમામ મેચો પાકિસ્તાનના ૩ સ્ટેડિયમમાં રમવાની છે. બીસીસીઆઈ હાઇબ્રિડ મોડલ પર ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે તૈયાર છે. જો ટૂર્નામેન્ટ હાઇબ્રિડ મોડલમાં યોજવામાં આવે તો ભારતીય ક્રિકેટ ટીમ તેની મેચ શ્રીલંકા અથવા યુએઈમાં રમી શકે છે, જે પાકિસ્તાનની નજીક છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech