PM મોદી કાશી પહોંચ્યા, 6611 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે 

  • October 20, 2024 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના સંસદીય ક્ષેત્ર કાશી પહોંચી ગયા છે. તેઓ સીધા આરજે શંકરા આઈ હોસ્પિટલ પહોંચી ગયા છે. પીએમ વારાણસી સહિત દેશભરમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, રમતગમત, ધર્મ, પર્યટન, રોજગાર, આવાસ, ઉડ્ડયન સંબંધિત 6611.18 કરોડ રૂપિયાના 23 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.


વડાપ્રધાન વારાણસી એરપોર્ટના વિસ્તરણ અને નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ પણ કરશે. આરજે શંકરા આંખની હોસ્પિટલ લોકોને સમર્પિત કરશે. સિગરા સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં જનસભાને સંબોધશે. પીએમ બપોરે લાલ બહાદુર શાસ્ત્રી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે અને પહેલા રિંગ રોડ પર સ્થિત હરિહરપુરમાં નવનિર્મિત આરજે શંકરા આઈ હોસ્પિટલ જશે.


કાંચી પીઠના શંકરાચાર્ય સ્વામી વિજયેન્દ્ર સરસ્વતીની હાજરીમાં 90 કરોડના ખર્ચે બનેલી હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યા બાદ તેઓ મહાનુભાવો સાથે વાર્તાલાપ કરશે. મોદી બપોરે 3 વાગ્યે રોડ માર્ગે સિગરા સ્ટેડિયમ જવા રવાના થશે. લગભગ બે કલાકના કાર્યક્રમમાં વડાપ્રધાન વારાણસી સહિત દેશને લગતી 23 પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.


રીવા ખાતે નવું ટર્મિનલ, અંબિકાપુર એરપોર્ટ, સિવિલ એન્ક્લેવથી સરસાવા


પ્રધાનમંત્રી કાશીથી મધ્ય પ્રદેશમાં રીવા એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું, છત્તીસગઢના અંબિકાપુરના મા મહામાયા એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગ અને ઉત્તર પ્રદેશના સરસાવા એરપોર્ટ પર બનેલા સિવિલ એન્ક્લેવનું ઉદ્ઘાટન કરશે. 5,911 કરોડ રૂપિયાના ખર્ચે બનવા જઈ રહેલા વારાણસી એરપોર્ટના ટર્મિનલ બિલ્ડિંગ ઉપરાંત તેઓ આગ્રા, બિહારના દરભંગા એરપોર્ટ અને બાગડોગરા એરપોર્ટ પર બનવા જઈ રહેલા સિવિલ એન્ક્લેવનો શિલાન્યાસ કરશે. 


વડાપ્રધાન સાથે અનેક વીવીઆઈપી છે. જેમાં રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વગેરેનો સમાવેશ થાય છે.


આરજે (આર ઝુનઝુનવાલા) શંકરા સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલ 90 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર છે. PMના હસ્તે ઉદ્ઘાટન થતાં જ અહીં કામ શરૂ થઈ જશે. આ વિશ્વકક્ષાની આંખની સંભાળની સુવિધાની સ્થાપના પર 110 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application