શહેરની કોઠારીયા રોડ પરની ન્યુ સાગર સોસાયટીમાં રહેણાંક મકાનમાં પીસીબીએ દરોડો પાડી ઈંગ્લીશ દારૂની 46 બોટલ સાથે શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ પીસીબીના ઇન્ચાર્જ પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વિદેશી દારૂ રાખી વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે બાતમીના આધારે પીસીબીના એએસઆઇ મહિપાલસિંહ, પો.હેડ.કોન્સ.ઘનશ્યામસિંહ, હરદેવસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, કોઠારીયા મેઈન રોડ પર મહેશ્વરી સોસાયટીમાં રહેતો યાસીન હબીબભાઇ નારેજા પોતાના ન્યુ.સાગર સોસાયટી શેરી નં-5માં આવેલા બીજા મકાનમાં ઈંગ્લીશ દારૂ રાખી વેંચાણ કરી રહ્યો છે. જે હકીકતના આધારે મકાનમાં દરોડો પાડતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 46 કી.રૂ.29,610ની મળી આવતા કબ્જે કરી શખ્સની ધરપકડ કરી હતી. દારૂ અંગેની વિશેષ પુછપરછમાં રાજકોટના સીરાજ રજાકભાઇ લીંગડીયાનું નામ આપતા પોલીસે સિરાજને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.
ઝડપાયેલા હબીબ નારેજા સામે ગોંડલ અને જેતપુર પોલીસ સ્ટેશનમાં દારૂનો એક એક ગુનો અને કેશોદ પોલીસ સ્ટેશનમાં છેતરપીડીનો ગુનો નોંધાયાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMદેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર કોવિડની બીમારી સામે સજ્જ
May 23, 2025 05:17 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech