પોરબંદરના જાવર વિસ્તારમાં યુવાને ગળાફાંસો ખાઇને અપઘાત કરી લીધો હતો જેમાં તેની પાસેથી મળી આવેલી સ્યુસાઇડનોટમાં બે ઇસમોની ધમકીને લીધે તે આપઘાત કરતો હોવાનું જણાવ્યુ હોવા છતાં પોલીસે તેઓની સામે કોઇ જ પગલા નહી ભર્યા હોવાથી ગ્રામ્ય ડી.વાય.એસ.પી.ને કોળી સેનાના ઉપક્રમે આવેદન પાઠવાયુ છે.
તા. ૨૯-૩ના કરી હતી આત્મહત્યા
પોરબંદરના જાવર વિસ્તારમાં રહેતા રાહુલ દેવશીભાઇ વાજાએ તા. ૨૯-૩ના ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો અને તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલે લવાતા ડોકટર દ્વારા ખિસ્સા ચેક કરવામાં આવતા મૃતક રાહુલના ખિસ્સામાંથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી.
સ્યુસાઇડ નોટમાં આ પ્રમાણે હતો ઉલ્લેખ
રાહુલના ખિસ્સામાંથી મળેલી સ્યુસાઇડનોટમાં આ પ્રમાણેનો ઉલ્લેખ હતો.‘હું રાહુલભાઇ મને કાયમ જાવરમાં મારવાની ધમકી આપે છે. મારો કોઇ વાંક કે ગુન્હો નથી. તો પણ મારા ઉપર કાયમ દબાણ નાખે છે. તો પણ હું કાંઇપણ બોલતો નથી. રોજે રોજ મારા પર ખાર રાખીને મારવાની ધમકી આપે છે. બે માણસ રોજ ધમકી આપે છે. જેનું નામ દિલીપ ડાયા વાજા અને કાના લખમણ મોકરીયા છે. એ જૂનામનદુ:ખને કારણે મારવાની ધમકી આપે છે.’
કોળીસેનાના ઉપક્રમે આવેદન
આ પ્રકારની સ્યુસાઇડનોટ મળવા છતાં પોલીસ દ્વારા કોઇપણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી.જેથી મૃતકના ભાઇ રમેશભાઇ તથા માતા સહિત ૩૦ થી ૩૫ લોકો ગ્રામ્ય ડી.વાય.એસ.પી.ને આવેદનપત્ર પાઠવવા ગયા હતા. જિલ્લા કોળી સેનાના પ્રમુખ મનોજભાઇ મકવાણાના નેતૃત્વમાં પાઠવાયેલા આવેદનમાં જણાવાયુ હતુ કે રાહુલના મૃત્યુ અંગેની સ્યુસાઇડનોટ જે તે સમયે હાર્બર મરીન પોલીસ મથકના પી.આઇ.ને રજૂ કરી હતી પરંતુ હજુ સુધી કોઇપણ પ્રકારની કાર્યવાહી થઇ હોય તેવુ અમારા ધ્યાને આવેલ નથી. બનાવના પાંચ દિવસ વીતી ગયા હોવા છતાં કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી. જે બે વ્યક્તિને લીધે રાહુલને આપઘાત કરવાની ફરજ પડી છે તેના ઉપર કાર્યવાહી કરવા માંગ કરી છે. મૃતકના કુટુંબનો આધારસ્તંભ રાહુલ હતો અને તેના અચાનક આપઘાતથી ખૂબ મોટી ખોટ પડી છે તેમ જણાવીને વહેલીતકે ન્યાય અપાવવા માંગ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech