માત્ર 100 ગ્રામ વજનના કારણે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવામાં ચૂકી ગયેલી વિનેશ ફોગાટ શનિવારે (17 ઓગસ્ટ) ભારત પરત ફર્યા. દિલ્હી એરપોર્ટ પર વિનેશ ફોગાટનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રેસલર બજરંગ પુનિયા અને સાક્ષી મલિક પણ હાજર હતા. વિનેશ ફોગાટે દિલ્હી એરપોર્ટથી પોતાના ગામ સુધી રોડ શો કર્યો હતો. આ દરમિયાન હરિયાણાની ઘણી ખાપ પંચાયતોએ વિનેશનું સ્વાગત કર્યું. ગામમાં પહોંચ્યા બાદ વિનેશે તેના ચાહકોને સંબોધ્યા.
ગામમાં પહોંચ્યા પછી વિનેશ ફોગાટે કહ્યું કે કુશ્તીના સારા માટે તેની લડાઈ ચાલુ રહેશે. વિનેશે કહ્યું "અમારી લડાઈ હજી પૂરી થઈ નથી. આ લડાઈ ચાલુ રહેશે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે સત્યનો વિજય થાય. મને મારા દેશના લોકો તરફથી, મારા ગામ તરફથી અને મારા પરિવાર તરફથી આ સંઘર્ષમાં મદદ મળી છે. મને આઘાતમાંથી બહાર આવવામાં બધાએ મદદ કરી છે."
ઓલિમ્પિકમાં મેડલ ગુમાવવા અંગે વિનેશ ફોગાટે કહ્યું કે, ઓલિમ્પિક મેડલ ગુમાવવો એ મારા જીવનનો સૌથી મોટો આઘાત છે. મને ખબર નથી કે આ આઘાતમાંથી બહાર આવતા કેટલો સમય લાગશે પણ હું તમારી પાસેથી મળેલી હિંમતનો યોગ્ય દિશામાં ઉપયોગ કરવા માંગુ છું."
આ પહેલા વિનેશ ફોગટના પતિ સોમવીર રાઠીએ કહ્યું હતું કે, "તમે જોઈ રહ્યા છો કે દોઢ-બે વર્ષથી શું ચાલી રહ્યું છે. અમારી સાથે કોઈ ફેડરેશન નથી, અમારી સાથે કોઈ ઊભું નથી, તો ખેલાડી શું કરી શકે.
તેણે આગળ કહ્યું, "અમે હવે કુસ્તી કરી શકીશું નહીં. અમે અંદરથી તૂટી ગયા છીએ. હવે અમે કોના માટે રમત રમીશું? અમે ખૂબ જ સમજી-વિચારીને કુસ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. અમારી સફર અહીં સુધીની હતી. અમે વિચાર્યું હતું કે દેશ માટે મેડલ લઈ આવી. વિનેશે મેડલ લાવવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ અમે ન લાવી શક્યા. હું આ માટે ખૂબ જ દિલગીર છું, અમે દેશ માટે મેડલ ન લાવી શક્યા.
વિનેશે તેને ગેરલાયક ઠેરવ્યા બાદ સિલ્વર મેડલની માંગ કરી અને CASને અપીલ કરી હતી. આ દરમિયાન દેશના જાણીતા વકીલ હરીશ સાલ્વેએ તેમનો કેસ લડ્યો હતો. CASએ વિનેશને કેટલાક પ્રશ્નોના જવાબ આપવા કહ્યું. જો કે ત્યારબાદ તેનો કેસ ફગાવી દેવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech