જામનગર જિલ્લા પંચાયત વહીવટી કર્મચારી મંડળની સાધારણ સભા મળી...
જામનગર જિલ્લા પંચાયત ખાતે તા.૧૨/૦૬/૨૦૨૪ના રોજ જિલ્લા પંચાયતના વહીવટી સંવર્ગના તમામ કર્મચારીઓ (જુ.ક્લાર્ક, સિ.ક્લાર્ક, નાયબ ચિટનીસ, ATDO)ની હાજરીમાં સને-૨૦૨૪/૨૫ની પ્રથમ સાધારણ સભા બેઠક જિ.પં.સભાગૃહમાં મળી હતી. જેમાં પૂર્વ નિર્ધારીત એજન્ડા અને કર્મચારીઓના પ્રશ્નો અંગે ચર્ચા થઈ અને નીચે મુજબની વિગતે ઠરાવ બહાર પાડવામાં આવ્યા.
જેમાં મુખ્યત્વે, સને-૨૦૨૪/૨૫ થી આગામી બે વર્ષ માટે હાલના તમામ હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે રાકેશસિંહ જાડેજા, ઉપપ્રમુખ ભાવિન દવે, મંત્રી મિતરાજસિંહ ગોહિલ, સંગઠન મંત્રી વિજયસિંહ સિંધવ તેમજ તાલુકા પ્રતિનીધિઓ સહીત તમામ હોદ્દેદારોને સર્વાનુમતે ચાલુ રાખવામાં આવ્યા.
તથા મંડળમાં ખાલી પડેલ (૧) ખજાનચીની જગ્યા ઉપર નેહાબા જાડેજા (૨)મહીલા પ્રતિનીધિઓમાં મધુબેન લગારીયા અને વિરાલીબેન ફોફરીયા તેમજ (૩)સલાહકાર તરીકે હરીશ એચ.ઠાકરને સર્વાનુમતે નિમવામાં આવ્યા.
આ સિવાય મંડળના ખર્ચના હિસાબો રજૂ કરાયા, મંડળને ફી ની થયેલ આવકને ફીક્સ ડીપોઝીટ તરીકે મુકવા, અને દર છ માસે મંડળની સાધારણ સભા બેઠક યોજવા, વયનિવૃત્તિ કાર્યક્રમ ગોઠવવા, ચાલુ નોકરીએ અવસાન પામનાર સ્વ.કર્મચારીના પરીવારને રૂ.એક લાખનો આર્થિક સહયોગ આપવાનું ઠરાવવામાં આવ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશે ભારત સાથેની 180 કરોડની રૂપિયાની ડિફેન્સ ડીલ અચાનક રદ કરી
May 23, 2025 10:08 AMઓપરેશન સિંદૂર દરમિયાન ભારતમાંથી સ્લીપર સેલે પણ ડ્રોન ઉડાવ્યાનો ઘટસ્ફોટ
May 23, 2025 10:07 AMબંદીવાન હોઉં એવું લાગે છે, રાજીનામું આપી દઈશ: યુનુસનો હરિરસ ખાટો
May 23, 2025 10:03 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech