ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈલ એન્ડ ઓઈલ સિડસ એસો.ના પ્રમુખ સમિરભાઈ શાહે રાયના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરને પત્ર પાઠવી જણાવ્યું છે કે જૂના ડબામાં ખાધતેલ ભરવાનું અટકાવવાના નિર્ણયથી ખાધતેલની સમગ્ર વિતરણ વ્યવસ્થા ખોરવાઈ જશે.આ પત્રમાં જણાવ્યું છે કે, ખાધતેલ નવા ડબાઓમાં જ પેક કરવું જોઈએ તેવો કાયદો બિનજરૂરી છે. દાયકાઓથી રિસાયકલ ટીનમાં ખાધતેલ ભરાતું આવ્યું છે ને તેને કારણે આમ જનતાના આરોગ્ય પર કયારેય કોઈ જોખમ આવ્યું હોવાનું જાણવામાં આવ્યું નથી. જે નાના એકમો રિસાયકલ ટીનમાં ખાધતેલ પેક કરે છે તે તેની સ્વચ્છતા વિષે સંપૂર્ણપણે ચોકસાઈ રાખીને જ વપરાશ કરે છે.
તમામ ખાધતેલો જો નવા ડબા જ ભરવામાં આવે તો એટલા ખાલી નવા ડબાની ઉપલબ્ધી પણ શકય નથી. એટલો નવા ડબા રોજ ઉત્પન્ન કરવાની ક્ષમતા જ આપણી પાસે નથી. ડિસેમ્બર, જાન્યુઆરી માસમાં બારે મહિના સીંગતેલ ભરવાની મોસમ આવે ત્યારે નવા ડબાની આફતનો સામનો કરવો પડે છે. જરૂરિયાતના ૬૦થી ૭૦ ટકા જેટલા ડબાઓ મળે છે. ડબા બનાવતા યુનિટોને ઓર્ડર આપીએ ત્યો જે દિવસે ડબાની જરૂર હોઈ તેનાથી બે કે ત્રણ દિવસ પછી ડબાઓ મળે છે. તે પણ ૧૦૦૦ ડબા જોઈતા હોય તો તેની સામે ૬૦૦થી ૭૦૦ જ ડબા મળે છે. વળી ડબા બનાવતા એકમો વધુ ઉત્પાદન લેવાની લ્હાયમાં જરૂરી ચોકસાઈ રાખતા નથી. જયાં સુધી ખાલી નવા ડબાનું યોગ્ય પ્રમાણમાં ઉત્પાદન કરવાની ક્ષમતા વધે નહીં ત્યાં સુધી આવા જડ નિયમો કડક અમલ શકય નથી.
જે યુનિટો જૂના ડબામાં ખાધતેલ પેક કરે છે તે નફાખોરી કરે છે તેવા આક્ષેપો પણ બે બુનિયાદ છે કારણ કે જૂના ડબામાં વેચાતું ખાધતેલ નવા ડબાની કિંમત કરતા રૂા.૫૦થી રૂા.૭૦ પ્રતિ ડબે નીચું મળે છે. આ ઉપરાંત અત્યારે ઘરી વપરાશમાં આવતા નવા ડબા જયારે ખાલી થાય ત્યારે ભંગારના વેપારી અને ફેરિયાઓ ઘરેઘરેથી આવા ડબા રૂા.૨૫થી ૩૦માં ઉઘરાવતા હોઈ છે.
આ કાયદાનો કડક અમલ કરાવતા પહેલા એસોસિએશનો સાથે બેસી ઉધોગ વિભાગના અધિકારીઓને સાથે રાખી સર્વમાન્ય નીતિ ઘડી તબક્કાવાર અમલ કરવો જોઈએ. માત્ર કોઈ ચોક્કસ ગ્રુપની ફરિયાદને આધારે કાર્યવાહી કરવાથી દૂર રહેવું જોઈએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech