તબીબી કારણોસર રદ થયેલી વિમાની યાત્રાની બે ટિકિટોનું 9% વ્યાજ સહિત રિફંડનો હુકમ

  • April 11, 2025 02:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ટેકનિકલ કારણોસર છેલ્લી ઘડીએ બે યાત્રીઓની રદ થયેલી મુંબઈની યાત્રા મામલે ગ્રાહક તકરાર નિવારણ કમિશનના હુકમથી બંને ટિકિટોનું 9 ટકા વ્યાજ સહિત રિફંડ બે એવીએશન કંપનીઓએ ચૂકવવું પડ્યું છે.

આ કેસની હકિકત મુજબ, આ કેસમાં ફરીયાદી સંજયભાઈ બાંભવા તથા તેમના મિત્ર હિતેશભાઈ પરમાર ધંધાના કામકાજ અને બિલ્ડિંગના પ્રોજેકટ માટે બોમ્બે જવાનું થતાં ફરીયાદીએ ઇક્સિગો એપમાંથી એર ટીકીટ બુક કરાવેલ, જેમાં ફરીયાદી તથા તેમના મિત્ર રાજકોટના એરપોર્ટ પહોચી નિયમિત બોર્ડિંગ પાસ કઢાવેલ, પરંતુ આંખોમાં સામાન્ય સોજો હતો, તેમાં સિક્યુરિટી દ્વારા ફરીયાદી તથા તેમના મિત્રને એરપોર્ટમાં એન્ટ્રી આપવામાં આવેલ નહીં, તેમની યાત્રા રદ થઈ હતી, છતાં તેમની ટિકિટનું રિફંડ નહીં આપવામાં આવતા, ફરીયાદીએ ઈન્ટર ગ્લોબ એવિએશન લી. તથા રાજકોટ ઈન્ડિગો એરલાઈન્સ વિરુધ્ધ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરીયાદ કરી હતી. જેમાં ફરીયાદીના એડવોકેટ દ્વારા લેખિત, મૌખિક દલીલ અને વિવિધ જજમેન્ટોને જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને માન્ય રાખી ફરીયાદીને ટીકીટ સહિતની રકમ ૯ ટકા વ્યાજ સહિત ચુકવવા ઈન્ટર ગ્લોબ એવિએશન લી. તથા રાજકોટ ઈન્ડિગો એરલાઈન્સને ૩૦ દિવસમાં ચુકવવાનો હુકમ કરેલ હતો, પરંતુ સમયમર્યાદા પૂર્ણ થવાં છતાં ચુકવેલ નહીં, તેથી ફરીયાદીએ રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં દરખાસ્ત દાખલ કરેલ અને ઈન્ટર ગ્લોબ એવિએશન લી. તથા રાજકોટ ઈન્ડિગો એરલાઈન્સનું સમન્સ કાઢેલ, જેમાં બંને સામાવાળા સમાધાનમાં આવીને ફરીયાદીને વ્યાજ સહિતની રકમ ચુકવી આપી છે. આ કામમાં ફરીયાદીના એડવોકેટ તરીકે મેઘજી આર. માટીયા તથા કેવિન એચ. તાડા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application