તારીખ 4 થી ગુજરાતમાં માવઠાનો વરસાદ શરૂ થયો છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 160 તાલુકામાં સામાન્ય ઝાપટાથી સાત ઈચ સુધીનો વરસાદ થયો છે, વરસાદ કરતાં તોફાની પવન વધુ નુકસાની કરે છે. મંગળવાર સુધીમાં રાજ્યમાં તોફાની પવનના કારણે વૃક્ષો પડી જવાની, દીવાલો ધસી પડવાની, હોર્ડિંગ પડવાની અને વીજળી પડવા જેવી ઘટનાઓના કારણે 14 વ્યક્તિઓના મૃત્યુ થયા હતા. છેલા 24 કલાકમાં વધુ પાંચના મૃત્યુ થયા છે અને તેના કારણે કુલ મૃત્યુ આંક 19 થયો છે.
ઉનાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું
કરા સાથેના માવઠાના કારણે ઉનાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, કેરીનો પાક પણ તૈયાર થઈને બજારમાં આવી રહ્યો છે બરાબર તેવા સમયે જ માવઠું થતાં અને તોફાની ભવન ફુકાતા કેરીના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.
આજે સવારથી જ વધુ 60 તાલુકામાં વરસાદ શરૂ થયો
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સૌરાષ્ટ્ર કચ્છમાં રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છ જિલ્લામાં જ્યારે ગુજરાતમાં નર્મદા ભરૂચ સુરત જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે સવારથી જ વધુ 60 તાલુકામાં વરસાદ શરૂ થયો છે.
60 થી 70 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં આજે અને આવતીકાલે એમ બે દિવસ માટે પ્રતિ કલાકના સરેરાશ 60 થી 70 કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે. નોર્થ વેસ્ટ ઇન્ડિયામાં આવતી કાલથી ગરમીના પ્રમાણમાં ત્રણથી પાંચ ડિગ્રી જેટલો વધારો થશે પરંતુ ગુજરાતમાં હજુ ચાર દિવસ સુધી ગરમી વધે તેવી શક્યતા નથી. ગુજરાતમાં અત્યારે મહત્તમ તાપમાન 34 થી 35 ડિગ્રી વચ્ચે છે અને તેમાં પણ હજુ ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. ચાર દિવસ પછી ગુજરાતમાં મહત્તમ તાપમાન વધશે તેવું લાગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં પીળું તરબૂચ ક્યાંથી આવ્યું? જાણો તેના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો
May 14, 2025 04:49 PMઆ 5 વસ્તુઓ ભૂલથી પણ ઠંડી ન ખાવી જોઈએ, સ્વાસ્થ્ય પર કરી શકે છે ખરાબ અસર
May 14, 2025 04:46 PMરાજકોટમાં નર્સની હત્યા કરનાર હત્યારો વિકૃત, મોબાઈલ ફોનમાં થોકબંધ અશ્લીલ વીડિયો મળી આવ્યા
May 14, 2025 04:41 PMવોકર્સ બેલી શું છે? જાણો કુદરતી રીતે તેને ઘટાડવાની સરળ ટિપ્સ
May 14, 2025 03:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech