પ્રાદેશિક અધિકારી જી. બી. ભટ્ટનું પુષ્પ ગુચ્છથી સન્માન કરતાં ચેમ્બર પ્રમુખ
જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જામનગરના સંયુક્ત ઉપક્રમે તા. ૦૪-૦૩-૨૦૨૫ ના રોજ એક યોજાયેલ ઓપન હાઉસ બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું. બેઠકની શરૂઆતમાં ચેમ્બર પ્રમુખ બિપેન્દ્રસિંહ સી. જાડેજાએ ઉપસ્થિતોનું સ્વાગત કરેલ હતું. તેમજ ઓપન હાઉસ બેઠકમાં જીઆઈડીસીમાં નવા ઉદ્યોગકારોને કઈ રીતે અરજી કરવી તથા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમોની જાણકારી મળી રહે તે હેતુથી બેઠકનું આયોજન કરેલ છે. આ બેઠકમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જામનગરના પ્રાદેશિક અધિકારી જી.બી ભટ્ટ તથા અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહેલ છે. આ તકે ચેમ્બર પ્રમુખએ જી. બી. ભટ્ટનું પુષ્પ ગુચ્છથી સન્માન કરેલ હતું.
ત્યારબાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જામનગરના પ્રાદેશિક અધિકારી જી.બી.ભટ્ટએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા કન્સેન્ટ ટુ એસ્ટાબ્લસ (સી.ટી.ઈ.) અને કન્સોલિડેટેડ કન્સેન્ટ અને ઓથોરાઇઝેશન (સી.સી.એ) ની અરજી કરવા માટેની માર્ગદર્શિકા વિષે માહિતી આપેલ હતી. વધુમાં અરજી કરવા માટે ઉદ્યોગકારોએ પ્લાન — નકશો કઈ રીતે રજૂ કરવા, શહેરી વિસ્તાર માટેનું અલગ અરજી ફોર્મ, નાના ઉદ્યોગકારો કે જેઓ ભાડે એકમો ચલાવતા હોય તેઓને મંજૂરી મેળવવા થતી મુશ્કેલી બાબત ચર્ચા કરવામાં આવેલ હતી. તેમજ ઉદ્યોગકારો દ્વારા તેમના એકમોમાથી નીકળતા એસિડિક પાણીના યોગ્ય નિકાલ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવતી હોય તો તેમની સામે પગલાં લેવા પડતાં હોય છે, આથી પાણી શુદ્ધિની પ્રક્રિયા દરમ્યાન જો ક્રોમ તથા નિકલના પાણીને અલગ અલગ કરવામાં આવે તો અથવા કોઈ અલગ પ્રક્રિયાથી તેનો નિકાલ કરવામાં આવે તેમજ ઈ- વેસ્ટને પણ સેગ્રીગેટ કરવામાં આવે તો પ્રદૂષણના પ્રશ્ન ઘટે અને ઉધોગોને ફાયદો થશે.
આ કાર્યક્રમમાં ચેમ્બર સલગ્ન ઓધ્યોગિક એશોશીએસનના હોદેદારો, ચેમ્બરની ઉદ્યોગ- ઉર્જા પેનલના ચેરમેન તથા સભ્યો તથા ચેમ્બરના કારોબારી સમિતિના સભ્યો ઉપસ્થિત રહેલ હતા.સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ચેમ્બરના મંત્રી અક્ષતભાઈ વ્યાસએ તથા કાર્યક્રમના અંતે આભાર દર્શન ચેમ્બના ઉપપ્રમુખ રમણીકભાઈ પી. અકબરીએ કરેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના અસ્માવતી રિવરફ્રન્ટમાં વિનામૂલ્યે મળશે પ્રવેશ
May 19, 2025 05:05 PMએડવેન્ચર એક્ટીવીટી કરવાનો શોખ હોય તો જાણો બંજી જમ્પિંગ માટે ભારતના આ 5 સ્થળો વિષે
May 19, 2025 04:56 PMપોરબંદરમાં એક્રેલિક કલર નું લાઈવ ડેમોસ્ટ્રેશન યોજાયું
May 19, 2025 04:55 PMસિલ્કની સાડી અને સુટ ધોતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ચમક રહેશે નવા જેવી જ
May 19, 2025 04:50 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech