ધારાસભ્ય દિવ્યેશ અકબરી, એસપી પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
જામનગર જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અને જીનીયસ ચેસ કલબના સંયુક્ત ઉપક્રમે યોજાઈ. જેમાં ગુજરાતના અમરેલી,ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ સહિત અનેક જીલ્લામાંથી ૧૦૦થી વધુ રમતવીરોએ ભાગ લીધો હતો. કુલ ૬ રાઉન્ડમાં રમાયેલી આ ટુર્નામેન્ટમાં કેશોદનો ક્રિષ તન્ના ચેમ્પિયન બન્યો હતો. જેમાં સુરેન્દ્રનગરથી પંકજભાઈ પંચોલી તથા ચીફ આર્બીટર તરીકે જયસિંહ નેગાંધીએ સેવા આપી હતી.
આ કાર્યક્રમના ઈનામ વિતરણ સમારોહમાં ૭૯ વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તથા કાર્યક્રમના મુખ્ય સ્પોન્સર જાનકી મોટરનીટી એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલના ડૉ. નિધીબેન કાનાણી તથા ડો.પાર્થભાઈ કાનાણી હસ્તે બમ્પર રોકડ પુરસ્કાર, સિલ્ડ અને મેડલ અપાયા હતા.
આ કાર્યક્રમમાં અતિથિ તરીકે ડો.પરેશ બાણુગરિયા(ડીકેવી કોલેજ પ્રિન્સિપાલ) ડો.કમલેશભાઈ વિસાણી, કમલેશભાઈ શુક્લ, ડો.મેહુલભાઈ બારાઈ, ગીરીશભાઈ અમેથિયા, દયાળજીભાઈ ભારદીયા, કિશોરભાઈ મજીઠીયા, કમલેશભાઈ સંઘાણી સુરક્ષા સેતુ સોસાયટી તરફથી સીટી બી ડિવિઝનમાંથી હરેશ આર.રંગપરા અને રામજીભાઈ આર.સાખંટ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જામનગર જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી તથા જીનીયસ ચેસ કલબના ફાઉન્ડર ક્રિષ્નાબેન ઠક્કર તથા વિશાલભાઈ પોપટ દ્વારા આયોજનને સફળ બનાવવામાં આવ્યું હતું. કાર્યકમને સફળ બનાવવા સમગ્ર કમીટીએ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationBudget: સેવિંગ કરવામાં થઈ રહી છે તકલીફ? અપનાવો 50, 30 અને 20નો નિયમ...જુઓ પૂરી ગણતરી
April 18, 2025 07:32 PMયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech