ભાવનગર મગાપાલિકા તંત્ર દ્વારા લોકોપયોગી કોઈ પણ યોજના સમય મર્યાદામાં પૂર્ણ થતી ન હોય તેની વધુ એક સાબિતીનો ઉમેરો થયો છે. જેમાં ૧૧ માસ પૂર્વે શરૂ કરવામાં આવેલ ઈ-બસ સેવા યોજના હેઠળ અત્યાર સુધીમાં માત્ર ૪૫%જ કામ થયું છે.
ભાવનગરમાં પી.એમ. ઈ-બસ સેવા યોજના હેઠળ અધેવાડા ખાતે નવા ઈ - સીટી બસ ડેપો તથા વર્કશોપ બનાવવાનું છે. જે કામ એજન્સીને તા.૨૪-૦૬-૨૦૨૪થી લેટર ઓફ ઈન્ટેન્ટ (કકઘ.ઈં.) ઈસ્યુ કરવામાં આવ્યો છે. મ્યુ. તંત્ર દ્વારા તા. ૧૦-૧૦-૨૦૨૪થી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. વર્ક એજન્સીએ લેટર ઓફ ઈન્ટેન્ટથી આ કામ શરૂ કરીને કામની સમયમર્યાદા ચોમાસાના સમયગાળા સાથે ૧૧ મહિનાની રાખવામા આવી હતી, આ સમયગાળો લેટર ઓફ ઈન્ટેન્ટ (ક.ઘ.ઈં.)ના તા.૨૪-૦૬-૨૦૨૪થી શરૂ થાય છે, જે તા.૨૩-૦૫-૨૦૨૫ના રોજ પૂર્ણ થશે, આમ આ કામ માંડ ૪૫% જ થયું છે. આ યોજના ઋ.ઙ.ગજ્ઞ.૩૯, ઝઙજ -૧૧, અધેવાડા ખાતે આવેલી જમીન પર ઈ-સીટી બસ ડેપો તથા વર્કશોપનું નિર્માણ થઈ રહ્યુ છે. જમીનનો કબજો મેળવવા માટે તા.૦૧-૦૪-૨૦૨૪થી પત્ર વ્યવહાર ચાલુ હતો, જે તે સમયે ફક્ત એડમીન બિલ્ડીંગની જ કામગીરી થઈ શકે તેટલી જમીન ઉપલબ્ધ થયેલ હતી. પ્રોજેકટના અન્ય મુખ્ય કામગીરી જેવી કે વર્કશોપ બિલ્ડીંગ તથા ચાર્જીંગ, પાર્કીંગ એરીયાની અંદાજે ૧૧૦૦૦ ચો.મી જમીન ઉપલબ્ધ થયેલ ન હતી. છતા એજન્સી પાસે કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ જમીનની બાકી જગ્યા (વર્કશોપ બિલ્ડીંગ તથા ચાર્જીંગ/પાર્કીંગ) ખાલી કરાવવા મ્યુનિસિપલ તંત્ર નિષ્ફળ ગયુ હતુ. છેક તા.૦૯-૧૦-૨૦૨૪ના રોજ ખેડૂતોની મૌખીક સહમતી અને ટાઉન પ્લાનિંગ વિભાગની હાજરીમાં માત્ર વર્કશોપ બિલ્ડીંગમા કામગીરી શરૂ કરી શકાય તેટલી અંદાજે ૩૦૦૦ ચો.મી જગ્યા ખેડૂત દ્વારા ખુલ્લી કરી આપવામાં આવી હતી. અધુરામાં પુરૂ હતુ તો ખુલ્લી કરાયેલી જમીનમાં ખેડૂત દ્વારા બનાવવામાં આવેલ ખુલ્લો કુવો મળી આવ્યો હતો, જે વર્કશોપ બિલ્ડીંગના કોલમ નં.૧૭માં નડતરરૂપ હોય સમગ્ર બિલ્ડિંગના સ્ટ્રક્ચર ડિઝાઈનમાં ફેરફાર થયો હતો. જ્યારે બીજી બાજુ જમીનના ઠેકાણા ન હતા, એટલે કામ ડીલે થયાનો એજન્સી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. તે મુજબ પી.એમ. ઈ-બસ સેવા યોજના હેઠળ એડ્રિમન બિલ્ડીંગનું કામ અંતિમ તબક્કે પહોંચ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતુ. જ્યારે વર્કશોપ બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ સ્લેબ સુધી તથા કમ્પાઉન્ડ વોલનું ૪૦% કામ પૂર્ણ થયુ છે. સ્ટ્રક્ચર ડિઝાઇનમાં ફેરફારના કારણોસર ડીલે થયેલા આ પ્રોજેકટ પૂર્ણ કરવા માટે સમય મર્યાદા વધારો માંગવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટ વિભાગને પણ એજન્સીની વાત સાચી લાગી રહી છે. એટલે કે પ્રોજેક્ટની તા.૩૦-૧૧-૨૦૨૫ સુધી એટલે કે, વધુ ૬(છ) માસ અને ૬(છ) દિવસ એટલે કે તા.૨૩-૦૫-૨૦૨૫ થી તા. ૩૦-૧૧-૨૦૨૫ સુધી વધારી આપવાની દરખાસ્ત ધડ કરીને સ્ટેન્ડીંગ કમિટી સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે. વર્કશોપ બિલ્ડીંગનું કામ નવેમ્બર-૨૦૨૪માં શરૂ કરવામાં આવ્યુ હતુ. વધુમાં તંત્રની ઢીલી નિતીના લીધે તા.૧૮-૦૩-૨૦૨૫ના રોજ સંપૂર્ણ જમીન ખાલી થઈ શકી છે. એપ્રિલ-૨૦૨૫ સુધી આ કામની વર્ક એજન્સી ભાવનગરની ઓમ ઈન્ફાસ્ટ્રક્ચર કંપની દ્વારા કુલ કામના ૪૫% માંડ કામ પૂર્ણ કર્યુ છે. આ યોજના સંપૂર્ણ પૂર્ણ ક્યારે પૂર્ણ થશે તે વિષે પદાધિકારીઓ કે અધિકારીઓ દ્વારા સ્પષ્ટતા થઈ શકે તેમ નથી ત્યારે લોકો તગડા રિક્ષા ભાડામાં લૂંટાઈ રહ્યા છે, મહાનગર છે, છતા સિટી બસ સુવિધાનો અભાવ છે. બે ચાર રૂટ શરૂ હતા. તે પણ બંધ હાલતમાં હોય તમામ વિસ્તારોમાં આવન જાવન કરવા લોકો ન છુટકે ઉંચા રિક્ષા ભાડા ચૂકવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ: કુવાડવાના રાયોટિંગ અને મારામારીના ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
May 14, 2025 07:06 PMજામનગરમાં ભાજપ દ્વારા ભારતીય સેનાના પરાક્રમના સન્માનમાં તીરંગા યાત્રા યોજાઈ
May 14, 2025 06:58 PMગુજરાત સરકારે નબળા વર્ગો માટે લીધો મોટો નિર્ણય, આવક મર્યાદા વધારી આટલા લાખ રૂપિયા કરી
May 14, 2025 06:03 PMજામનગર મનપામાં લાખોટા તળાવની પાળે રેકડીઓ બંધ કરાવવા મામલે વિપક્ષ નગરસેવિકા વિફર્યા
May 14, 2025 05:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech