ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત તારીખ 27 ફેબ્રુઆરીથી શરૂ થયેલી પરીક્ષા પૂરી થઈ ગઈ છે. પરીક્ષાના પ્રારંભથી અત્યાર સુધીમાં માત્ર 31 કોપી કેસ નોંધાયા છે અને તેમાં પણ એકના બદલે બીજા પરીક્ષાર્થીને બેસાડવાની ડમી વિદ્યાર્થીની પદ્ધતિ અને મોબાઈલ સાથે વર્ગખંડમાં ઝડપાવાના કિસ્સા વધુ હોવાના કારણે આ વખતે પરીક્ષા ચોરીની પેટર્ન બદલાઈ ગઈ હોય અને ચિઠ્ઠી ચબરખીનુ સ્થાન મોબાઈલે લઈ લીધું હોય તેવું લાગે છે.
તારીખ 27 ના રોજ પરીક્ષાના પ્રથમ દિવસે દાહોદમાં એક ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આણદ ખાતે કોપી કેસ થયો હતો. તારીખ 28 ના બીજા દિવસની પરીક્ષામાં એકમાત્ર મહેસાણામાં કોપી કેસ થયો હતો. તારીખ 1 માર્ચના રોજ ધોરણ 10માં અમરેલીમાં બહેનના બદલે ડમી સિસ્ટર તરીકે પરીક્ષા આપતી વિદ્યાર્થીની ઝડપાઈ હતી. પાટણ અને સુરેન્દ્રનગરમાં એક એક કોપી કેસ નોંધાયા હતા. જ્યારે સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં બે પરીક્ષાર્થીઓ મોબાઈલ સાથે ઝડપાયા હતા.
તારીખ ત્રણ માર્ચની પરીક્ષામાં સૌથી વધુ 10 કોપી કેસ એક જ દિવસમાં નોંધાયા હતા. ગાંધીનગરમાં એક વિદ્યાર્થી મોબાઇલ સાથે ધોરણ 12 સામાન્ય વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ઝડપાયો હતો. આ ઉપરાંત વડોદરામાં પણ એક કોપી કેસ નોંધાયો હતો. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પાટણમાં સાત કોપી કેસ અને જામનગરમાં ધોરણ 10માં એક કોપી કેસ નોંધાયો હતો.
તારીખ 4 માર્ચના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં જુનાગઢ અને વડોદરામાં એક એક, તારીખ પાંચના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં દાહોદમાં એક કોપી કેસ નોંધાયો હતો. તારીખ 6 માર્ચની પરીક્ષામાં એક પણ કોપીકેસ નોંધાયો નથી. જ્યારે તારીખ 7 માર્ચના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ભાવનગરમાં બે વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે ઝડપાયા હતા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અમદાવાદમાં એક કોપી કેસ નોંધાયો હતો. તારીખ 8 માર્ચના રોજ ધોરણ 10 માં અમદાવાદ ખેડા સાબરકાંઠા અને વડોદરામાં એમ કુલ ચાર કોપી કેસ નોંધાયા હતા. જ્યારે સામાન્ય પ્રવાહની પરીક્ષામાં બનાસકાંઠામાં એક ડમી વિદ્યાર્થી ઝડપાયો હતો. ગઈકાલે તારીખ 10 ના રોજ એકમાત્ર અમદાવાદમાં ધોરણ 10માં એક કોપી કેસ નોંધાયો હતો.
બોર્ડની આ પરીક્ષામાં પેપર લીક કે માસ કોપી જેવા કોઈ મોટા બનાવો બન્યા નથી. એકમાત્ર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ભૌતિક વિજ્ઞાનની પરીક્ષામાં વિકલ્પ આપવામાં ગોટાડો થયો હતો. પરંતુ બોર્ડ આ કિસ્સામાં વિદ્યાર્થીએ જે પ્રશ્નનો જવાબ આપ્યો હશે તેના માર્ક આપવામાં આવશે તેવો નિર્ણય લઈને વિદ્યાર્થીઓને અન્યાય ન થાય તેવું કર્યું છે.
બોર્ડના સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ અત્યારે સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી ચાલી રહી છે. જ્યાંથી ચોરીની વધુ ફરિયાદો મળી છે તેવા સેન્ટરોના સીસીટીવી કેમેરા મંગાવીને ચકાસણી થઈ રહી છે. સાથોસાથ રેન્ડમ ચકાસણી પણ હાથ ધરવામાં આવી છે. સીસીટીવી ફૂટેજના આધારે વધુ કોપી કેસ મળશે તેવું લાગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલમાં આર્થિક સંકડામણના કારણે યુવાનનો આપઘાત
March 19, 2025 05:48 PMગુજરાતવાસીઓને UCC અંગે સૂચનો મોકલવાની સમયમર્યાદા લંબાવાઈ, જાણો સૂચનો કેવી રીતે મોકલવા
March 19, 2025 05:28 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech