તાપમાનનો પારો દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યો જેમાં અંગ દઝાડતો તડકો પડી રહ્યો છે. ત્યારે આવા આકરા તાપ અને લૂ જેવા વાતાવરણમાં જરી કામ વગર બહાર ન નીકળવું તેવું આરોગ્ય વિભાગ સૂચન કરી રહ્યું છે. અને સો સો તડકા અને લૂ થી બચવા શું કરવું તેની પ્રસાર, પ્રચાર માધ્યમો દ્વારા જાહેરાતો પણ કરવામાં આવી રહી છે.જરૂરી સૂચનાઓમાંથી એક એસટી બસના ડ્રાઇવર, કંડકટર તેમજ મુસાફરોને મુસાફરી દરમિયાન બસમાં લુ લાગે કે ડ્રિહાઈડ્રેશન ઈ જાય તેવી સ્િિતમાં ઓઆરએસ પાવડરના પેકેટ એસટી બસ તેમજ ડેપોમાં રાખવા, પરંતુ આ સુચનાની અમલવારી એસટી તંત્રમાં કરવામાં આવી રહ્યો છે કે નહીં તેનું રિયાલિટી ચેક કરવા પત્રકારો એસટી ડેપોએ ગયા હતા અને કેટલાક મુસાફરોને ઓઆરએસ વિશે પૂછતાં બસમાં કે ડેપોમાં ક્યાંય ઓઆરએસ ન હોવાનું જણાવેલ, જેી આ અંગે ડેપો મેનેજર પરસોતમભાઈ વાલાણીને પૂછતાં તેઓએ જણાવેલ કે, ઓઆરએસની અમારી દૈનિક જરૂરીયાત ૨૦૦ થી ૨૫૦ પેકેટની છે જેની સામે બ્લોક હેલ્ કચેરી દ્વારા એક વાર ૧૦૦ પેકેટ આપવામાં આવેલ જે અમારે ક્યારના પુરા ઈ ગયાં. અને અમારા એસટી ડેપોના ખર્ચે અમો ઓઆરએસ ખરીદીએ તેવી અમારી ડેપોની ર્આકિ ક્ષમતા કે અમારું બજેટ પણ ની. જેથી અમારી જરૂરીયાત મુજબના ઓઆરએસનો જથ્થો અમોને ફાળવવામાં આવે તેવી અમોએ હેલ્ કચેરીને એક પત્ર લખી માંગ પણ કરી છે. આમ, સરકારી તંત્ર ફક્ત પરિપત્રો બહાર પાડીને જ સંતોષ માની લેતી હોય છે પરિપત્ર મુજબનો જથ્થો પૂરો પાડવો તેવી કોઈ તસ્દી લેતી ન હોવાનું જોવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech