રાજકોટમાં કોઠારીયા રોડ પર રહેતા અને ઓનલાઈન ટ્રેડિંગનું કામ કરનાર યુવાનને અજાણ્યા વ્યક્તિએ ફેસબુકમાં લિંક મોકલી બાદમાં મેસેજ કરી પોતે અમેરિકા સ્થિત એનવાયસીબી બેંકમાં ઓફિસર હોવાનું જણાવી અહીં એક ભારતીય બિઝનેસમેનના એકાઉન્ટમાં તેના ૭૮.૭૫ લાખની રકમ પડી છે જેનું કોઈ વારસ નથી તમે તેના વારસ બની જાવ તેના ડોક્યુમેન્ટ હું તૈયાર કરી આપીશ બાદમાં જે પૈસા આવે તેની ભાગબટાઈ કરી લઈશું. જેથી યુવાને લાલચમાં આવી આ શખસના કહ્યા મુજબ અહીંથી આ પ્રોસેસ કરવા માટે તેણે કહ્યા મુજબ ફુલ ૧૬.૧૫ લાખની રકમ ટ્રાન્સફર કરી હતી બાદમાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
કોઠારીયા રોડ પર સુભાષ નગરમાં આવેલા મોરારીનગર શેરી નંબર પાંચમાં રહેતા નિલેશ વલ્લભભાઈ પાધરા(ઉ.વ ૪૦) દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે કોઠારીયા મેઇન રોડ પર પ્રમુખ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ચલાવી ઓનલાઈન ટ્રેડિંગનું કામ કરે છે. ગત તારીખ ૨૪/૭/૨૦૨૩ ના નતાશા મિત્રાના ફેસબુક પ્રોફાઈલ લિંકમાંથી તેને મેસેજ આવ્યો હતો. બાદમાં બંને વચ્ચે વાતચીત થઈ હતી જેમાં સામેવાળી વ્યક્તિએ જણાવ્યું હતું કે, તે અમેરિકા સ્થિત એનવાયસીબી બેન્કમાં ચીફ એડમીન ઓફિસર છે. તેણે બેંકનું ઓળખકાર્ડ તથા તેના સર્ટિફિકેટનું ઇમેલ કર્યો હતો.
બાદમાં આ શખસે યુવાનને જણાવ્યું હતું કે, ભારતના એક બિઝનેસમેન છે જે મૃત્યુ પામ્યા છે તેના નામની ૭૫ લાખ ડોલરની એફડી કરી હતી અને તેમની વ્યાજ સહિતની કુલ ૭૮.૭૫ લાખ ડોલરની રકમ એકાઉન્ટમાં જમા છે અને તેના કોઈ વાલીવારસ નથી તમે તેના વારસદાર બની જાવ અને તે બાબતના તમામ સર્ટિફિકેટ હું તમને અહીંથી રજૂ કરીશ. આ સોદામાં જે રકમ મળશે તેમાંથી ૬૦ ટકા રકમ મારી અને બાકીની ૪૦ ટકા તમને આપીશ તેવી લાલચ આપી હતી. બાદમાં મેઇલ કરી એનવાયસી બેન્કનું યુવાનના નામનું વારસદાર તરીકેનું સર્ટિ.મોકલ્યું હતું અને ત્યારબાદ બેંકમાંથી મેઇલ આવવાના શરૂ થઈ ગયા હતા.
ત્યારબાદ આ શખસે કહ્યું હતું કે, બિઝનેસમેન મૃત્યુ પામ્યા હોય તેનું બેન્ક ખાતું બંધ થઈ ગયું છે જે ખાતું ચાલુ કરવા માટે તેમજ આ બાબતે નોટોરાઈસ કરવા માટે વકીલ રાખવો પડશે તેથી તમારે રૂપિયા ભરવા પડશે આમ કહી યુવાન પાસેથી અલગ-અલગ સમયે કટકે કટકે કરી કુલ રૂપિયા ૧૬,૧૫,૮૨૦ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા.
બાદમાં હજુ વધુ ડોક્યુમેન્ટ તૈયાર કરવા માટે વધુ રૂપિયા ૨૦ લાખની માંગણી કરતા યુવાનને શંકા ગઈ હતી અને પોતાની સાથે ઓનલાઇન ફ્રોડ થયું હોવાનું માલુમ પડતાં તેણે સાઇબર ક્રાઇમ હેલ્પલાઇનમાં જાણ કર્યા બાદ આ અંગે પોતાની સાથે થયેલી ૧૬.૧૫ લાખની છેતરપિંડી અંગે રાજકોટ સાઇબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech