ત્રણ દિવસ પહેલા ઉના, ગીરગઢડા પોલીસ દ્રારા પકડાયેલા વિદેશી દારૂના જથ્થાના નાશની ચાલતી કાર્યવાહી દરમિયાન તે જથ્થામાંથી ૩૪ બોટલ અને ૧૦ પ્લાસ્ટિક બેગ જથ્થો ગીરગઢડાના એએસઆઇ મનુભાઇ વાજાએ સેરવી લીધો હોવાનું બહાર આવતા ઉના પોલીસે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઊના શહેરમાં ગીર ગઢડા રોડ ઉપર આવેલ સુગર ફેકટરીના મેદાનમાં ગત તા.૪–૧૨–૨૪ના રોજ બપોરે કોર્ટ ના હત્પકમ મુજબ ઊના અને ગીર ગઢડા પોલીસે પકડેલ વિદેશી દાના જથ્થાનો નાશ કરવા ઊનાના પ્રાંત અધિકારી અને રેવન્યુ અધિકારી, ડી.વાય.એસ.પી. ચોધરી ઊનાના પી.એસ.આઇ. રાણા, ગીર ગઢડાના ઇન્ચાર્જ પીઆઇ વાય.આર. ચોહાણ, ઊના ગીર ગઢડા પોલીસ સ્ટેશનના પી.એસ. આઈ., પોલીસ સ્ટાફ અને જી.આર.ડી. જવાનો દાનો જથ્થો નાશ કરવાની કામગીરી કરી રહ્યા હતા. તે દરમ્યાન ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ. મનુ ભાઈ કરશન ભાઈ વાજા ખાનગી ડ્રેસ માં આવી પોતાની અંગત હોન્ડાઇ થોડે દૂર ઊભી રાખી આ અધિકારીઓની નજર ચૂકવી પોતાના અંગત લાભ માટે જે ગીર ગઢડા પોલીસ સ્ટેશનથી નાશ કરવા અંગ્રેજી દાનો જથ્થો ૭૩૭ બોટલ આવેલ તેમાંથી તેણે કોઈપણ રીતે જુદી જુદી બ્રાન્ડની ઈંગ્લિશ દાની બોટલો ૩૪ પ્લાસ્ટિકના બાચકામાં ભરી બાવળની ઝાડી ઝાંખરામાં રાખેલ મોટરમાં ભરી નાસવા લાગેલ ત્યારે આ દાનો જથ્થો નાશ કરવાની કામગીરી જોવા આવેલ જાગૃત નાગરિક તે જોઈ જતા વિડિયો ઉતરેલ અને તેને પૂછતા આ બોટલ એફ.એસ.એલ. માટે પ્રીઝેવિટી સેમ્પલના હોય રાખવાનો જણાવેલ ગ્લલા તલા કરી નાસી ગયો હતો. આ અંગે જાગૃત નાગરિકએ પોલીસને રજૂઆત કરતા મનુભાઈ કરશનભાઈ વાજા આ જથ્થો તેમણે ગભરાઈ જઈ બાવળની ઝાડી ઝાંખરામાં ફેંકી દીધો હતો પોલીસે બાવળની ઝાડી ઝાંખરામાંથી શોધી કાઢયો હતો. જિલ્લ ા પોલીસ વડાએ તેમની તુરતં હેડ કવાર્ટર ગીર સોમનાથ બદલી કરી નાખી હતી અને આરોપી મનુભાઇ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech