૧૬ જાન્યુઆરીના રોજ થયેલા હુમલા બાદથી સૈફ અલી ખાન લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. અભિનેતાની હાલતમાં હવે ઘણો સુધારો થયો છે. આજે મંગળવારે ડોકટરો તેમને હોસ્પિટલમાંથી રજા આપવાનો નિર્ણય લઈ શકે છે.
૧૬ જાન્યુઆરીની વહેલી સવારે સૈફ અલી ખાન પર ચોરે છરી વડે હત્પમલો કર્યેા હતો, જેના કારણે અભિનેતાને ગંભીર ઈજાઓ થઈ હતી. ત્યારથી તેઓ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે. અહીં ડોકટરોએ સર્જરી કરી અને સૈફની કરોડરુમાંથી અઢી ઈંચનો છરીનો ટુકડો કાઢો. સૈફની તબિયતમાં હવે ઘણો સુધારો થયો છે. તે જ સમયે, ચાહકો પણ અભિનેતાના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. આજે તબીબો તેમને રજા આપે તેવી શકયતા છે. જોકે, અભિનેતાને હાલ પૂરતો બેડ રેસ્ટ કરવાની સલાહ આપવામાં આવી છે.
પોલીસે સૈફ પર હુમલો કરવાના આરોપી મોહમ્મદ શરીફુલ ઇસ્લામ શહજાદની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી ૩૦ વર્ષનો છે અને તે બાંગ્લાદેશનો નાગરિક છે. તે ત્યાં પહેલવાન રહ્યો છે. આરોપી હાલમાં ૧૪ દિવસના રિમાન્ડ પર છે. પોલીસ તેની સતત પૂછપરછ કરી રહી છે અને ઘણા ખુલાસા પણ કરી રહી છે.આજે તેને સૈફના ઘરે આખી ઘટનાનું રી કન્સ્ટ્રકશન કરવા માટે લઈ જવાયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશાપર-વેરાવળ પોલીસ સ્ટેશન નજીક જ દેશી દારૂના હાટડાઓ ધમધમ્યા, જુઓ Video...
May 23, 2025 04:47 PMપડધરી સરપદડ ગામે તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણનું ડીમોલેશન
May 23, 2025 04:46 PMવિસાવદર સરકારી અનાજ ખરીદ તા ફેરિયાઓ ને લીલા લેર...
May 23, 2025 04:43 PMરાજકોટ : લોકમાન્ય તિલક સ્વિમિંગ પુલ બંધ થતા સભ્યો હેરાન
May 23, 2025 04:37 PMપોરબંદર જિલ્લામાં મહિલાઓ પણ કરી રહી છે પ્રાકૃતિક ખેતી
May 23, 2025 04:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech