ઓમરે પ્રથમ કેબિનેટ બેઠકમાં જ રાજયનો દર પુન:સ્થાપિત કરવા ઠરાવ પસાર કર્યો

  • October 18, 2024 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહએ કાર્યભાર સંભાળી લીધો છે. ઓમર અબ્દુલ્લાહએ મુખ્યમંત્રીનો તરીકેનો ચાર્જ (કાર્યભાર) સંભાળ્યા પછી તેમની પહેલી કેબિનેટ બેઠકમાં જમ્મુ અને કાશ્મીરને રાયનો દરો પુન:સ્થાપિત કરવા માટે એક ઠરાવ પસાર કર્યેા છે. તેમણે બેઠકમાં કલમ ૩૭૦ નાબૂદ કરવા સામે કોઈ ઉલ્લેખ કર્યેા ન હતો. જો કે, રાય સરકારે કેબિનેટ બેઠક અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડું નથી.
જો કે, ઓમર અબ્દુલ્લાહએ તેમની આ પહેલી કેબિનેટ બેઠકમાં કલમ ૩૭૦ નાબૂદ કરવા સામે નિંદા પ્રસ્તાવ પસાર ન કરવા પર ઓમર અબ્દુલ્લાહ વિરોધીઓના નિશાના પર આવી ગયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકમાં રાયનો દરો પુન:સ્થાપિત કરવાનો પ્રસ્તાવ જ લાવવામાં આવ્યો હતો. અને ઓમર અબ્દુલ્લાહ ટૂંક સમયમાં નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળશે અને તેમને આ પ્રસ્તાવ વિશે માહિતી આપતાં તેઓ રાયનો દરો પુન:સ્થાપિત કરવા પર આગ્રહ કરશે.
અહીં પીપલ્સ કોન્ફરન્સના અધ્યક્ષ સાદ ગની લોન અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના યુવા વિંગના નેતા વહીદ ઉર રહેમાન પરાએ ઓમર અબ્દુલ્લાહ( ઓમર અબ્દુલ્લાહ) ની ટીકા કરતાં કહ્યું કે, કેબિનેટે રાયનો દરો પુન:સ્થાપિત કરવાનો પ્રસ્તાવ પસાર કર્યેા છે. ૫ આગસ્ટ, ૨૦૧૯ની કેન્દ્ર સરકારે કરેલા કાર્યને યોગ્ય ઠેરવવામાં આવ્યું છે.
પીપલ્સ કોન્ફરન્સના અધ્યક્ષ સાદ ગની લોને કહ્યું કે, કેબિનેટની બેઠકમાં ગુ રીતે રાયનો દરો પુન:સ્થાપિત કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે, આ પ્રસ્તાવ વિધાનસભામાં લાવવામાં આવવો જોઈતો હતો. કલમ ૩૭૦ નાબૂદ કરવા સામે કેબિનેટમાં કોઈ ચર્ચા થઈ નથી.
કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહએ કાર્યભાર સંભાળી લીધો છે. ઓમર અબ્દુલ્લાહએ આજે શુક્રવારે તેમની પહેલી કેબિનેટ બેઠક યોજી હતી. ઉલ્લેખનીય છે કે, ઓમર અબ્દુલ્લાહ બીજી વખત જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી બન્યા છે, પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે. પહેલા યારે ઓમર અબ્દુલ્લાહ મુખ્યમંત્રી બન્યા હતા, એ સમયના અને અત્યારના સંજોગો ખૂબ જ અલગ છે.
ઓમર અબ્દુલ્લાહ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી બની ગયા છે, પરંતુ કોઈપણ મોટો અને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેતાં પહેલા ઉપરાયપાલની મંજૂરી લેવી જરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application