ભાવનગર જિલ્લાના ભાલ પંથકના સવાઈનગરમાં મોડીરાત્રે પિતા પાસે જમીનમાં ભાગ માંગી ઝઘડો કરી નાનાભાઈ પર ધારિયા વડે હુમલો કરી તેની હત્યા કરી અને નાના પુત્રને બચાવવા વચ્ચે પડેલા પિતાને પણ મુંઢ ઇજા પહોંચાડી નાસી છૂટેલા મોટા પુત્ર સામે ઈજાગ્રસ્ત પિતાએ ફરિયાદ નોંધાવતા વેળાવદર (ભાલ) પોલીસે હત્યારા શખ્સને ઝડપી લેવા કવાયત હાથ ધરી હતી.
મુકેશે ધારિયાનો ઊંધો ઘા માર્યો
ભાવનગર જિલ્લાના ભાલ પંથકના સવાઈનગર ગામે મોટાભાઈએ ધારિયાના ઘા ઝીંકી નાનાભાઈની કરેલી હત્યાના પગલે સવાઈનગર માં રહેતા અને ખેતીકામ કરતા બટુકભાઈ તળશીભાઈ પરમાર(ઉ. વ. ૬૦)એ વેળાવદર(ભાલ)પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે પોતાના બાપુની સવાઈનગરમાં આવેલી ૪૫વીઘા જમીનમાં પોતાનો મોટો પુત્ર મુકેશ અવારનવાર પોતાનો ભાગ માંગતો હોય જે મુજબ ગત મોડી રાત્રે મુકેશે ફરીથી પોતાના ઘરે આવી જમીનનો મારો ભાગ આપી દ્યો મારે જમીન વેચી નાખવી છે તેમ કહીં ઝઘડો કરી ગાળો બોલવા લાગતા નાના પુત્ર ચંદુભાઈ સાથે ઉગ્ર બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈ પોતાના ઘર નજીક પડેલ ધારિયું લઈ આવી નાના પુત્ર ચંદુભાઈ(ઉ. વ. ૩૪)ને આડેધડ ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડતા પોતે વચ્ચે પડતા મુકેશે ધારિયાનો ઊંધો ઘા મારી પોતાને પણ મુંઢ ઇજા કરી નાસી છૂટ્યો હતો.
હોસ્પિટલ પહોંચે તે પહેલા મોત
દરમિયાનમાં ચંદુભાઈને બેભાન હાલતે સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. અને હાલ પોતાની સારવાર શરૂ છે. બટુકભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે વેળાવદર(ભાલ) પોલીસ મથકના પીઆઈ રવિ ગોરે મુકેશ બટુકભાઈ પરમાર વિરૂધ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તેને ઝડપી કવાયત હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની ઓછી આવક ધરાવતા અમેરિકનો ઉપર આર્થિક સંકટ મંડરાશે, અર્થશાસ્ત્રીઓએ આપી આવી ચેતવણી
April 08, 2025 10:43 AMઆજે કાન્હાની નગરીમાં રૂડો અવસર: દ્વારકાધિશ-રૂક્ષ્મણીજીનો લગ્નોત્સવ
April 08, 2025 10:41 AMતો શું માનવજાતનું અસ્તિત્વ ખતરામાં આવી જશે...2030 સુધીમાં AI માણસોની જેમ સમજી-વિચારી શકશે
April 08, 2025 10:32 AMસામાન્ય માણસને રાહત, શાકભાજીના ભાવમાં ઘટાડો થતા થાળી સસ્તી થઈ, જાણો તેની પાછળનું કારણ
April 08, 2025 10:15 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech